ખૌફ, દહેશત અને આતંકની વચ્ચે સૈનિકોના ખોળામાં આશ્રય લઈ રહ્યાં છે બાળકો, તસવીરો જોઈ રડી પડશે આંખો!

Afghanistan Crisis News: અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર અનેક દેશોની સેનાઓ હાજર છે. તેમના હાથમાં નિર્દોષ બાળકોના Photos દુનિયાભરમાં વાયરલ થઈ રહ્યા છે.

ખૌફ, દહેશત અને આતંકની વચ્ચે સૈનિકોના ખોળામાં આશ્રય લઈ રહ્યાં છે બાળકો, તસવીરો જોઈ રડી પડશે આંખો!

જયેશ જોશી, અમદાવાદઃ અફઘાનિસ્તાનમાંથી પલાયનના Photos હવે સામાન્ય થઈ ગયા છે. તાલિબાનના કાબુલ પર કબજા પછી એરપોર્ટ પર ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો કોઈપણ રીતે તાલિબાની શાસનથી દૂર જવા માગે છે. કડકાઈ એટલી છે કે કેટલાંક તો આશા છોડી દીધી છે. માત્ર એટલો પ્રયાસ કરવા લાગ્યા કે તેમના બાળકો અહીંથી દૂર જતાં રહે. કાંટાળા તારની ઉપરથી બાળકોને ફેંકતા કયા માતા-પિતાનું મન ચાલે. બીજીબાજુ તેમને હાથમાં પકડતાં સૈનિકોની મનોદશા સમજો. એક માણસ તરીકે તે ઘણું બધું કરવા માગતા હશે, પરંતુ હાથ બંધાયેલા છે. બે-બે, ત્રણ-ત્રણ વર્ષના અને કેટલાંક તો તેનાથી પણ નાના નિર્દોષ બાળકોને થોડી વાર ખોળામાં તેમને કેવું લાગતું હશે, જેમના ભવિષ્યની કોઈને ખબર નથી.
 

No description available.

આ રીતે નરકમાંથી બહાર નીકળી ગયા:
Photoમાં દેખાઈ રહેલ બાળકીની જેમ અનેક બાળકો તે દેશને છોડીને આવ્યા છે જે કદાચ તેમના માટે નરક સાબિત થશે. આ ફોટો અમેરિકા વાયુસેનાના બચાવ અભિયાન દળના એક સી-17 ગ્લોબમાસ્ટર વિમાનનો છે. બાળકીના શરીર પર પૂરતાં કપડાં ન હતા. તો એક સૈનિકે તેને પોતાનો યુનિફોર્મ આપી દીધો.

No description available.

જે ગુનો કરવા લાયક નથી, તેમને સજા કેમ:
આ ફોટો કાબુલ એરપોર્ટથી ઉડાન ભરવા જઈ રહેલા એક વિમાનનો છે. ફોટોમાં નોર્વેના એક સૈનિકે એક બાળકને ખોળામાં રાખ્યો છે. એકટીશે બાળકને જોતાં સમયે એકવાર તો તેના મનમાં ખ્યાલ આવ્યો હશે કે આ બધામાં તે બાળકની શું ભૂલ છે.

No description available.

હજાર શબ્દો બરાબર છે આ ફોટો:
આ ફોટો કાબુલના હામિદ કરઝાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનો છે. અમેરિકાના એક મરીન બચાવ અભિયાન દરમિયાન એક બાળકને ખોળામાં લઈને તે સાંત્વના આપી રહ્યો છે. કાબુલ એરપોર્ટ પર હંગામાની વચ્ચે એક બાળકને ખોળામાં આ બ્રિટીશ સૈનિકનો ફોટો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. આ તે બાળક છે જેને રેઝર તારના ઉપરથી તેની માતાએ ફેંક્યો હતો. જે બ્રિટીશ સૈનિક છે, તે પેરાશૂટ રેજિમેન્ટમાં કોર્પોરલ છે.

No description available.

ગોળીઓની ગુંજ વચ્ચે આરામની ઉંઘ:
આ ફોટો કાબુલ એરપોર્ટ પર શનિવારે પહોંચેલી ફિનલેન્ડની સૈન્ય ટીમનો છે. એક સૈનિકે બાળકને ખોળામાં લીધો અને તેને સૂવડાવવાનો પ્રયાસ કરવા લાગ્યો. એરપોર્ટની આજુબાજુ અવારનવાર ગોળીબારી થતી રહે છે. એવામાં બાળકના ચહેરા પર કોઈપણ જાતનો ડર નથી. કેમ કે તે સુરક્ષિત હાથમાં છે.

No description available.

બાળકની ક્યૂટ અદા પર સૈનિકો આફરીન:
આ ફોટો એરપોર્ટની અંદરનો છે. જ્યાં તુર્કીશ સૈનિકોના હાથમાં એક ક્યૂટ બાળકી જોવા મળી રહી છે. જેમાં એક મહિલા સૈનિક તેના માથા પર લાલ રંગનો રૂમાલ બાંધી રહી છે. જે તેના ક્યૂટ લુકને વધારે ક્યૂટ બનાવી રહ્યો છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news