હોટલના રૂમમાં રોમાન્સ કરવાનો શોખ હોય તો ચેતી જજો...રૂમમાં પહેલેથી પાણીની બોટલ હોય તો થઈ જાઓ એલર્ટ!

ભારતીય પરિવારો જોકે એટલા મોર્ડન નથી થયા. આવામાં કપલ્સે પોતાની પ્રાઈવસી માટે હોટલના રૂમનો સહારો લેવો પડે છે. એટલું જ નહીં લગ્ન બાદ કપલ વિદેશોમાં હનીમૂન મનાવવા માટે જતા હોય છે. ભારતમાં પણ આવા અનેક હનીમૂન સ્પોટ્સ છે. આવામાં આવી જગ્યાઓ ઉપર પણ હોટલોમાં ભારે પ્રમામાં કપલ્સના બૂકિંગ થાય છે.

હોટલના રૂમમાં રોમાન્સ કરવાનો શોખ હોય તો ચેતી જજો...રૂમમાં પહેલેથી પાણીની બોટલ હોય તો થઈ જાઓ એલર્ટ!

આજના સમયમાં લોકો ખુબ ઓપન માઈન્ડેડ થઈ ચૂક્યા છે. આજે કપલ્સ લગ્ન પહેલા પણ સાથે રહેવામાં જરાય ખચકાટ અનુભવતા નથી. એક સમય હતો કે જ્યારે લગ્ન પહેલા છોકરો અને છોકરી એકબીજાનો ચહેરો પણ જોઈ શકતા નહતા. પરંતુ હવે તેમને લગ્નનો અસલ અર્થ ખબર પડી ગઈ છે અને તેના કારણે તેઓ એકબીજાને જાણવા માટે પહેલા વાતચીત કરવા લાગ્યા છે. તેથી પણ વધુ હવે મોટાભાગે લવમેરેજ થતા હોય છે. આવામાં લગ્ન પહેલા રોમાન્સની વાત સામાન્ય થઈ ગઈ છે. 

ભારતીય પરિવારો જોકે એટલા મોર્ડન નથી થયા. આવામાં કપલ્સે પોતાની પ્રાઈવસી માટે હોટલના રૂમનો સહારો લેવો પડે છે. એટલું જ નહીં લગ્ન બાદ કપલ વિદેશોમાં હનીમૂન મનાવવા માટે જતા હોય છે. ભારતમાં પણ આવા અનેક હનીમૂન સ્પોટ્સ છે. આવામાં આવી જગ્યાઓ ઉપર પણ હોટલોમાં ભારે પ્રમામાં કપલ્સના બૂકિંગ થાય છે. અનેક  હોટલવાળા આ મામલાનો ફાયદો ઉઠાવવા માટે તેમના રૂમમાં હિડન કેમેરા રાખી દે છે. કપલ્સની ખાનગી પળોને કેદ કરીને આવા વીડિયોને વેચે છે અને કા તો કપલ્સને બ્લેકમેઈલ કરીને પૈસાની વસૂલી કરે છે. સોશિયલ મીડિયા પર એક મહિલાએ એવી જગ્યા વિશે જણાવ્યું કે જ્યાં જાણીતી હોટલ્સ ચેઈનના વર્કર્સ કેમેરા છૂપાવતા હતા. 

પાણીની બોટલ પર આપો ધ્યાન
અનેક હોટલ્સમાં જેવું મહેમાનોનું આગમન થાય ત્યાં પહેલેથી પાણીની બોટલ રાખેલી હોય છે. જો તમારા રૂમમાં પારદર્શક બોટલ રાખેલી છે તો ચિંતાની વાત નથી. પરંતુ જો તમારા રૂમમાં ફેન્સી કવર સાથેની પાણીની બોટલ રાખવામાં આવી હોય તો તમારા માટે આ ખતરાની ઘંટી છે. અનેક લોકપ્રિય હોટલ ચેન્સમાં જ્યારે તપાસ હાથ ધરાઈ તો જાણવા મળ્યું કે તેમના કવર પાછળ કેમેરા છૂપાયેલો હતો. જેના દ્વારા કપલ્સના પ્રાઈવેટ મૂમેન્ટને રેકોર્ડ કરવામાં આવી રહી હતી.

આજના સમયમાં આવા ફ્રોડથી બચવા માટે અનેક ઈલેક્ટ્રોનિક ઈક્વિપમેન્ટ્સ આવી ગયા છે. જેના દ્વારા જાણવા મળે છે કે રૂમમાં ક્યાં કેમેરા લાગેલા છે. જી હા, પેન જેવા દેખાતા આ ડિવાઈસ તમને ચેતવી દેશે. અનેક મામલાઓમાં ટીવી, એલાર્મ ઘડિયાળ અને  બાથરૂમના નળોમાં પણ કેમેરા  છૂપાવવામાં આવે છે. આવામાં આ ડિવાઈસની મદદથી તમે તમારી જાતને સુરક્ષિત કરી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news