યુરોપિયન થિંક ટેંકે પણ કાશ્મીર અને કલમ 370 મુદ્દે પાકિસ્તાનને મારી જબરદસ્ત લપડાક, જાણો શું કહ્યું?
બ્રેસેલ્સ સ્થિત થિંક ટેંક વોકલ યુરોપના ચેરમેન એચ મોલોસે કહ્યું કે 'જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી એ ભારતનો આંતરિક મામલો છે. પુલવામા આતંકી હુમલાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ભારત આતંકના ઓછાયા હેઠળ રહ્યું છે, થોડા દિવસ પહેલા જ અહીં 40 સૈન્ય અધિકારીઓ માર્યા ગયા હતાં.'
Trending Photos
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ પાકિસ્તાન પર તો જાણે આભ ફાટી પડ્યું હોય તેવું કરી રહ્યું છે. પાકિસ્તાન સમગ્ર દુનિયા સામે કરગરી રહ્યું છે કે તેઓ ભારતને આ નિર્ણય પાછો ખેંચવા માટે કહે. પરંતુ દુનિયામાં ક્યાંય તેને સમર્થન મળી રહ્યું નથી. હવે પાકિસ્તાને યુરોપમાં પણ ફટકો પડ્યો છે. યુરોપની થિંક ટેંક વોકલ યુરોપ અને યુરોપિયન કમિશનના પૂર્વ ડાઈરેક્ટર બ્રાયન ટોલે કહ્યું કે આર્ટિકલ 370 હટાવવી એ ભારતનો આંતરિક મામલો છે અને તેનાથી જમ્મુ અને કાશ્મીરમાં આર્થિક સમૃદ્ધિ આવશે.
બ્રેસેલ્સ સ્થિત થિંક ટેંક વોકલ યુરોપના ચેરમેન એચ મોલોસે કહ્યું કે 'જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી એ ભારતનો આંતરિક મામલો છે. પુલવામા આતંકી હુમલાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ભારત આતંકના ઓછાયા હેઠળ રહ્યું છે, થોડા દિવસ પહેલા જ અહીં 40 સૈન્ય અધિકારીઓ માર્યા ગયા હતાં.' હેનરી મોલોસે કહ્યું કે 'કલમ 370 હટાવવી એક સારો નિર્ણય છે અને તેનાથી અહીં સુરક્ષા હાલાત સુધરશે. આ નિર્ણય બાદ કાશ્મીરમાં મોટી વારદાતો પર લગામ લાગશે.' એચ મોલોસે એવી આશા પણ વ્યક્ત કરી કે નવી વ્યવસ્થા લાગુ થયા બાદ ભારત અહીં જલદી ચૂંટણી આયોજશે.
Henri Molosse: This decision will improve security in this region. It's a good solution&with this decision there'll be no major incident in Kashmir. We hope that after new mechanism, new election will be organised soon,& it'll facilitate links b/w Kashmir & rest of India. (11.09) https://t.co/BJ8nS0HRBW
— ANI (@ANI) September 11, 2019
UN જવાની જગ્યાએ ભારત સાથે વાત કરે પાકિસ્તાન
યુરોપિયન કમિશનના પૂર્વ ડાઈરેક્ટર બ્રાયન ટોલે કહ્યું કે ભારત સરકારનું કહેવું છે કે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી એ કાશ્મીરના લોકોને વધુ આર્થિક તક આપવા જેવું છે. આશા કરીએ છે કે તેના પરિણામ એવા જ આવશે. બ્રાયન ટોલે પાકિસ્તાનને શિખામણ આપતા કહ્યું કે તેણે કાશ્મીર મુદ્દાને સંયુક્ત રાષ્ટ્ર કે પછી અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની પાસે જઈને પોતાની વાત રટવાની જગ્યાએ ભારત સાથે દ્વિપક્ષીય રીતે ઉકેલવો જોઈએ.
Brian Toll, ex-Director of European Commission, in Geneva: It is very important to see the overall issue and Gilgit-Baltistan finding its place in a world order, having a voice and being able to express itself, not being controlled from Pakistan's central Islamabad
— ANI (@ANI) September 11, 2019
બ્રાયન ટોલે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ભાગ ગિલગિટ બાલ્ટિસ્તાનને પણ ભારતનો હિસ્સો ગણાવ્યો અને કહ્યું કે આ વિસ્તારને પણ આર્થિક અવસરો મળવા જોઈએ. તેમણે કહ્યું કે ગિલગિટ બાલ્ટિસ્તાન ટેક્નિકલ રીતે ભારતનો ભાગ છે આથી તે પણ એક એવો વિસ્તાર છે જ્યાં આર્થિક વિકાસની તકો હોવી જોઈએ. અહીંના લોકોને રાજકીય પક્ષોમાં પ્રતિનિધિત્વ મળવું જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે