બ્રિટની સ્પીયર્સ આ બિમારીનાં કારણે હવે ક્યારે નહી કરી શકે પર્ફોમ ! લાખો ચાહકો નિરાશ
બ્રિટની સ્પીયર્સ (Britney Spears) ના ફેન્સ માટે એક ખુબ જ આધાતકનજ સમાચાર આવ્યા છે. પોતાની સિંગિંગથી બધાનું હૃદય જીતનાર બ્રિટની સ્પીયર્સના મુદ્દે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે હવે ક્યારે પણ પર્ફોમ નહી કરે. આ વાતની માહિતી તેના મેનેજર લેરી રુડોલ્ફ (Larry Rudolph)એ આપી હતી. એક ઇન્ટરવ્યુમાં લેરીએ કહ્યું કે, મે તેની અડધાથી વધારે જીવનમાં તેની સાથે રહ્યો છું, તે મારી પુત્રી જેવી છે. આ મારા માટે ખુબ જ ભાવનાત્મક સમય છે. હું ઇચ્છું છું કે તે ખુશહાલ અને શાંતી ભરેલું જીવન શોધે. હવે તે માત્ર પોતાનાં કેરિયરની વાત નથી, પરંતુ હવે તેનું જીવનની વાત છે. આ પ્રકારે બ્રિટની સ્પીયર્સ (Britney Spears)ના ફેન્સને આઘાત લાગી શકે છે.
Trending Photos
નવી દિલ્હી : બ્રિટની સ્પીયર્સ (Britney Spears) ના ફેન્સ માટે એક ખુબ જ આધાતકનજ સમાચાર આવ્યા છે. પોતાની સિંગિંગથી બધાનું હૃદય જીતનાર બ્રિટની સ્પીયર્સના મુદ્દે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે હવે ક્યારે પણ પર્ફોમ નહી કરે. આ વાતની માહિતી તેના મેનેજર લેરી રુડોલ્ફ (Larry Rudolph)એ આપી હતી. એક ઇન્ટરવ્યુમાં લેરીએ કહ્યું કે, મે તેની અડધાથી વધારે જીવનમાં તેની સાથે રહ્યો છું, તે મારી પુત્રી જેવી છે. આ મારા માટે ખુબ જ ભાવનાત્મક સમય છે. હું ઇચ્છું છું કે તે ખુશહાલ અને શાંતી ભરેલું જીવન શોધે. હવે તે માત્ર પોતાનાં કેરિયરની વાત નથી, પરંતુ હવે તેનું જીવનની વાત છે. આ પ્રકારે બ્રિટની સ્પીયર્સ (Britney Spears)ના ફેન્સને આઘાત લાગી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલના દિવસો બ્રિટની સ્પીયર્સ (Britney Spears) ડિપ્રેશનની બિમારી સામે જઝુમી રહી છે. બ્રિટનીના પહેલા આલ્મબમ 'Baby...One More Time'1999 માં રિલીઝ થયું હતું. પોતાના પહેલા આલ્બમથી જ બ્રિટની પોપ સિંગીગના વિશ્વમાં અનોખી સફળતા પ્રાપ્ત કરી હતી. ડિપ્રેશનના કારણે લાંબા સમયથી તેનો કોઇ પણ આલ્બમ રિલિઝ તઇ શક્યો નથી. એવામાં બ્રિટની સ્પીયર્સ (Britney Spears)ના મેનેજરનું આ નિવેદન ફેન્સને નિરાશ કરનારુ છે.
દહેજ માટે ટ્રિપલ તલાક આપી ઘરમાંથી કાઢેલી મુસ્લિમ મહિલા પહોંચી SC, આવતીકાલે સુનાવણી
મેનેજર લેરી રુડોલ્ફે કહ્યું કે, બ્રિટની સ્પીયર્સ (Britney Spears)નું તમામ ફોકસ પોતાની બિમારીને ઠીક કરવા પર છે. તે આના માટે ઘણા પ્રયાસો પણ કરી રહી છે. બ્રિટની સ્પીયર્સ (Britney Spears) નું હાલના સમયમાં સાઇકોલોજિકલ ઇવેલુએશન ચાલી રહ્યું છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બ્રિટની ઝડપથી ડિપ્રેશનમાંથી બહાર આવી જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે