Brexit ડીલ: બ્રિટિશ સંસદમાં થેરેસા મેની સજ્જડ હાર, ડેવિડ કેમરન જેવી થઈ શકે છે હાલત
બ્રિટિશ સાંસદે બ્રેક્ઝિટ ડીલને ભારે બહુમતથી ફગાવી દીધી છે. બ્રેક્ઝિટ ડીલ હેઠળ યુરોપીય સંઘમાંથી બ્રિટનના અલગ થવાની યોજના છે. આ સાથે જ દેશનો ઈયુથી બહાર થવાનો માર્ગ વધુ કપરો બન્યો છે અને મેની સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની જાહેરાત થઈ છે. મેની સંધિને હાઉસ ઓફ કોમન્સમાં 432 વિરુદ્ધ 202 મતોથી હારનો સામનો કરવો પડ્યો છે. આ આધુનિક ઈતિહાસમાં કોઈ પણ બ્રિટિશ વડાપ્રધાનની સૌથી સજ્જડ હાર છે.
Trending Photos
લંડન: બ્રિટિશ સાંસદે બ્રેક્ઝિટ ડીલને ભારે બહુમતથી ફગાવી દીધી છે. બ્રેક્ઝિટ ડીલ હેઠળ યુરોપીય સંઘમાંથી બ્રિટનના અલગ થવાની યોજના છે. આ સાથે જ દેશનો ઈયુથી બહાર થવાનો માર્ગ વધુ કપરો બન્યો છે અને મેની સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની જાહેરાત થઈ છે. મેની સંધિને હાઉસ ઓફ કોમન્સમાં 432 વિરુદ્ધ 202 મતોથી હારનો સામનો કરવો પડ્યો છે. આ આધુનિક ઈતિહાસમાં કોઈ પણ બ્રિટિશ વડાપ્રધાનની સૌથી સજ્જડ હાર છે.
આ હારની ગણતરીની મિનિટો બાદ વિપક્ષી લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બિને જાહેરાત કરી કે તેમની પાર્ટી મેની સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે. બ્રિટન 1973માં 28 સભ્યોવાળા યુરોપીય સંઘનો સભ્ય બન્યો હતો. તેણે 29 માર્ચના રોજ ઈયુથી અલગ થવાનું છે. ઈયુથી અલગ થવાની તારીખ નજીક છે અને માત્ર બે મહિના બચ્યા છે પરંતુ બ્રિટન હજુ પણ શું કરવું તેનો નિર્ણય લઈ શક્યો નથી.
યુરોપીય સંઘ સાથે વ્યાપાર સંબંધ બગડી શકે છે
બ્રેક્ઝિટના સમર્થક અને બ્રિટનમાં ઈયુના રહેવાના સમર્થકો બંને વિભિન્ન કારણોથી આ ડીલનો વિરોધ કરી રહ્યાં છે. અનેક લોકોને એવી આશંકા છે કે બ્રેક્ઝિટના કારણે બ્રિટનના યુરોપીય સંઘ સાથેના વ્યાપાર સંબંધ બગડી શકે છે. મેની કંઝર્વેટિવ પાર્ટીના 100થી વધુ સાંસદોએ ડીલના વિરોધમાં મતદાન કર્યું. બ્રિટનના હાલના ઈતિહાસમાં આ કોઈ પણ સરકારની સંસદમાં સૌથી ખરાબ હાર છે.
આજે રજુ કરાશે અવિશ્વાસનો પ્રસ્તાવ
આ હાર સાથે જ બ્રેક્ઝિટ બાદ ઈયુની સાથે નિકટ સંબંધ બનાવવાની થેરેસા મેની બે વર્ષની રણનીતિનો પણ કોઈ અર્થ ન રહ્યો. મેએ હાઉસ ઓફ કોમન્સમાં હાર બાદ કહ્યું કે સાંસદોએ જણાવી દીધુ કે તેઓ તેની વિરુદ્ધમાં છે. પરંતુ એ નથી જણાવ્યું કે તેઓ કોનું સમર્થન કરે છે. સંસદમાં પરિણામ બાદ કોર્બિને કહ્યું કે તેમની પાર્ટી બુધવારે મેની સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે.
શું છે બ્રિટનની સંસદીય પ્રક્રિયા
બ્રિટનની સંસદીય પ્રક્રિયા મુજબ જ્યારે સાંસદ કોઈ બિલને ફગાવી દે છે તો વડાપ્રધાન પાસે બીજી યોજના (પ્લાન બી) સાથે સંસદમાં આવવા માટે 3 વર્કિંગ ડેઝ હોય છે. એવી શક્યતા છે કે બુધવારે બ્રસેલ્સ જઈને ઈયુ પાસેથી છૂટછાટ લેવાની કોશિશ કરાશે અને નવા પ્રસ્તાવ સાથે તેઓ બ્રિટનની સંસદમાં હાજર થશે.
સરકાર પાસે કયા વિકલ્પો છે?
સાંસદ આ અંગે પણ મતદાન કરશે. જો આ પ્રસ્તાવ નિષ્ફળ જશે તો સરકાર પાસે એક અન્ય વિકલ્પ સાથે પાછા ફરવા માટે ત્રણ સપ્તાહનો સમય હશે. જો આ ડીલ પણ સંસદમાં પાસ નહીં થાય તો બ્રિટન કોઈ પણ સંધિ વગર ઈયુમાંથી 29 માર્ચના રોજ બહાર થઈ જશે.
ઉલ્લેખનીય છે કે 2016માં જ્યારે બ્રેક્ઝિટના મુદ્દે જનમત સંગ્રહ થયો હતો ત્યારે તે સમયે દેશના વડાપ્રધાન ડેવિડ કેમરન હતાં. પરંતુ તેમના વિરુદ્ધ મત જતા તેમણે પદેથી રાજીનામું આપ્યું હતું. તેમની જગ્યાએ થેરેસા મે વડાપ્રધાન બન્યાં હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે