PM મોદીનું ખરાબ ઈચ્છતા હતા ઈમરાન ખાનના આ મિત્ર, એવા આરોપ સાબિત થયા...હવે જશે જેલમાં

પાકિસ્તાની પીએમ ઈમરાન ખાનના મિત્ર અને બ્રિટન (UK) ના બડબોલા મુસ્લિમ નેતા લોર્ડ નઝીર અહમદની બાકીની જિંદગી હવે જેલમાં પસાર થશે. 

PM મોદીનું ખરાબ ઈચ્છતા હતા ઈમરાન ખાનના આ મિત્ર, એવા આરોપ સાબિત થયા...હવે જશે જેલમાં

લંડન: પાકિસ્તાની પીએમ ઈમરાન ખાનના મિત્ર અને બ્રિટન (UK) ના બડબોલા મુસ્લિમ નેતા લોર્ડ નઝીર અહમદની બાકીની જિંદગી હવે જેલમાં પસાર થશે. નઝીર અહેમદને એક કોર્ટે બે બાળકો સાથે યૌન ઉત્પીડન મામલે દોષિત ઠેરવ્યા છે. 

50 વર્ષ પહેલા કર્યું ગંદુ કામ
લોર્ડ નઝીરને બુધવારે 1970 ના દાયકામાં કિશોરાવસ્થામાં એક બાળક સાથે યૌન ઉત્પીડન અને એક છોકરી સાથે રેપના પ્રયત્ન બદલ દોષિત ઠેરવવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં જન્મેલા લોર્ડ નઝીર અહમદ છાશવારે ભારત વિરુદ્ધ કાશ્મીરને લઈને ઝેર ઓકતા રહ્યા છે. એકવાર તો તેમણે પીએમ મોદીના મોતની ઈચ્છા પણ વ્યક્ત કરી નાખી હતી. 

4 ફેબ્રુઆરીએ સજાની જાહેરાત
બ્રિટિશ કોર્ટ હવે 4 ફેબ્રુઆરીના રોજ આ મામલે સજાની જાહેરાત કરશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કોર્ટ યુકેના નિયમો મુજબ તેમને લાંબી સજા સંભળાવી શકે છે. 

— Gul Bukhari (@GulBukhari) January 5, 2022

કાશ્મીર વિશે કરતા હતા આવી વાતો
લેબર પાર્ટીના પૂર્વ નેતા રહી ચૂકેલા લોર્ડ નઝીરને બાળક સાથે અપ્રાકૃતિક મૈથુન અને એક છોકરી સાથે બે વાર રેપના પ્રયત્ન મામલે દોષિત ઠેરવવામાં આવ્યા છે. નઝીર સાથેતેમના બે ભાઈઓ મોહમ્મદ ફારુક અને મોહમ્મદ તારિક વિરુદ્ધ આરોપ સાચા ઠર્યા છે. નઝીરના બંને  ભાઈઓ વધુ ઉંમરના હોવાના કારણે ટ્રાયલમાં સામેલ થવા માટે અનફિટ ગણાયા હતા. 

આ અગાઉ એક મહિલાએ કોર્ટને જણાવ્યું હતું કે નઝીર અહેમદે વર્ષ1973 અને 1974માં રેપનો પ્રયત્ન કર્યો હતો. નઝીરનો જન્મ પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં થયો હતો. થોડા સમય બાદ તેમનો પરિવાર યુકે આવીને વસી ગયો. ઘરના કારોબાર સાથે યુકેના રાજકારણમાં સફળતા મેળવનારા નઝીર વિરુદ્ધ અનેક જગ્યાએ કાશ્મીરી મૂળી મહિલાઓએ ગંભીર આરોપ લગાવ્યા હતા. 

બાળપણથી જ આવા હતા નઝીર!
તે સમયે નઝીરની ઉંમર 16 કે 17 વર્ષની હતી અને પીડિત છોકરી તેનાથી ખુબ નાની હતી. નઝીરને વર્ષ 1972માં એક બાળક સાથે ગંભીર યૌન ઉત્પીડન મામલે દોષિત ઠેરવવામાં આવ્યા છે. નઝીર અહમદે આ આરોપોને દુર્ભાવનાપૂર્ણ ગણાવ્યા હતા અને પોતાના પર લાગેલા આરોપોને ફગાવ્યા હતા. પરંતુ સુનાવણી દરમિયાન નઝીરને રેપના પ્રયત્ન અને અપ્રાકૃતિક મૈથુન મામલે દોષિત ગણવામાં આવ્યા.

આ નેતાઓની નીકટ છે નઝીર
લોર્ડ નઝીર અહમદ લેબર પાર્ટીના નેતાઅને પૂર્વ બ્રિટિશ પીએમ ટોની બ્લેયરની નીકટ છે. લોર્ડ નઝીર અહમદ બ્રિટિશ સંસદના ઉચ્ચ સદન હાઉસ ઓફ લોર્ડમાં આજીવન સભ્ય નિયુક્ત થયેલા પહેલા મુસ્લિમ MP છે. પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન સાથે પણ તેમને ખુબ બને છે. બ્રિટનના હાઉસ ઓફ લોર્ડમાં ઉચ્ચ શિક્ષિત અને બુદ્ધિજીવી વર્ગના લોકોને સભ્ય બનાવવામાં આવે છે. લોર્ડ નઝીર છાશવારે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યા કરે છે. વર્ષ 2019માં તેમણે પીએમ મોદીના મોતની કામના કરી હતી. 

નઝીર અહમદની વિવાદિત ટ્વીટ
પાકિસ્તાનપ્રેમી લોર્ડ નઝીર અહમદે ટ્વીટ કરી હતી કે 'વિપક્ષના ભાજપના જાદુ, ટોણા, તંત્ર-મંત્રના દાવા વચ્ચે પૂર્વ PM વાજપેયી, પૂર્વ FM અરુણ જેટલી, પૂર્વ MEA સુષ્મા સ્વરાજ, અને ગોવાના પૂર્વ સીએમ મનોહર પર્રિકરનું છેલ્લા એક વર્ષની અંદર મોત થઈ ગયું. આગામી નંબર મોદીનો છે.'

(ANI ઈનપુટ સાથે)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news