ઇમરાન ખાનના સમર્થનમાં આવ્યા બ્રિટિશ કારોબારી, કહ્યુ- 'જીજાજીએ સારૂ કામ કર્યું'

બ્રિટનના જાણીતા કારોબારી બેન ગોલ્ડસ્મિથ દ્વારા ઇમરાન ખાનના સમર્થનમાં ટ્વીટ કર્યા બાદ સવાલ ઉઠી રહ્યાં છે કે આખરે તેમણે કેમ ખાનનું સમર્થન કર્યુ, આવો તમને માહિતી આપીએ. 

ઇમરાન ખાનના સમર્થનમાં આવ્યા બ્રિટિશ કારોબારી, કહ્યુ- 'જીજાજીએ સારૂ કામ કર્યું'

લંડનઃ પાકિસ્તાનમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સંસદમાં લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર થયેલા મતદાનમાં ઇમરાન ખાનની સરકાર જતી રહી છે. ઇમરાન ખાનની વિરુદ્ધમાં કુલ 174 મત પડ્યા છે. વોટિંગ પહેલાં ક્યારેક ખાનના સાથી અને ગઠબંધનમાં રહેલા પક્ષોએ તેમનો સાથ છોડી દીધો હતો. આ વચ્ચે બ્રિટિશ ફાઇનાન્સર અને પર્યાવરણવિદ બેન ગોલ્ડસ્મિથ તેમના સમર્થનમાં આવ્યા છે. 

જીજાજીએ સારૂ કામ કર્યુઃ ગોલ્ડ સ્મિથ
બેન ગોલ્ડસ્મિથ લંડનમાં રજીસ્ટ્રડ રોકાણ ફર્મ મેનહૈડનના સંસ્થાપક અને સીઈઓ છે. તેમણે કહ્યું કે ઇમરાન ખાન એક સારા વ્યક્તિ છે. બેન ગોલ્ડસ્મિથે ટ્વીટ કર્યુ, 'મારા બ્રધર ઇન લો એક સારા અને સન્માનિત વ્યક્તિ છે, જે માત્ર પોતાના દેશ માટે સારૂ કામ કરવાની ઇચ્છા રાખે છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રીના રૂપમાં તેમનો રેકોર્ડ અસાધારણ છે.'

— Ben Goldsmith (@BenGoldsmith) April 9, 2022

બેન ગોલ્ડસ્મિથે કર્યુ ટ્વીટ
ઇમરાન ખાનના સમર્થનમાં ગોલ્ડસ્મિથના આ ટ્વીટ બાદ સવાલ ઉઠી રહ્યાં છે કે આખરે તેમણે કેમ ખાનનું સમર્થન કર્યુ. તેવામાં તમને જણાવી દઈએ કે ગોલ્ડસ્મિથ જેમિમા ગોલ્ડસ્મિથના ભાઈ છે, જેના લગ્ન 1995માં ઇમરાન ખાન સાથે થયા હતા. પરંતુ 2004માં જેમિમા અને ઇમરાન ખાનના છુટાછેડા થઈ ગયા હતા. ઇમરાન ખાનની પૂર્વ પત્ની જેમિમા ગોલ્ડસ્મિથે આ મામલા પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news