ભારત પર નિવેદન પડ્યું ભારે? બ્રિટિશ ગૃહમંત્રી સુએલા બ્રેવરમેને આપ્યું રાજીનામું
સુએલા બ્રેવરમૈને બુધવારે કહ્યું કે તે પ્રધાનમંત્રી લિઝ ટ્રસની સરકાર છોડી રહ્યાં છે. યુકે મીડિયાએ આ જાણકારી આપી છે. નોંધનીય છે કે બ્રેવરમૈન ભારતીય મૂળના છે.
Trending Photos
લંડનઃ બ્રિટનની ગૃહમંત્રી (ઈન્ટીરિયર મિનિસ્ટર) સુએલા બ્રેવરમૈને બુધવારે પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ છે. પહેલા રાજકીય સંકટમાંથી પસાર થઈ રહેલા બ્રિટન માટે આ મોટા સમાચાર છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે સુએલા બ્રેવરમૈને બુધવારે કહ્યું કે તે પ્રધાનમંત્રી લિઝ ટ્રસની સરકારને છોડી રહી છે. યુકે મીડિયાએ બુધવારે આ જાણકારી આપી છે. નોંધનીય છે કે બ્રેવરમૈન ભારતીય મૂળની છે. બ્રેવરમૈને પરંતુ સરકાર છોડવાના પોતાના નિર્ણય પર સ્થિતિ સ્પષ્ટ કરી નથી, પરંતુ બીબીસી અને અન્ય મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે તેણે રાજીનામુ આપી દીધુ છે. બ્રેવરમૈન પણ બ્રિટિશ પીએમની રેસમાં હતી.
સુએલા બ્રેવરમૈનના હાલમાં ભારતને લઈને એક નિવેદનથી વિવાદ ઉભો થઈ ગયો હતો. સુએલા બ્રેવરમૈને ઈમિગ્રેશન સંબંધી ટિપ્પણીમાં કહ્યું હતું કે સૌથી મોટી સંખ્યામાં ભારતીય પોતાની વીઝા અવધિ સમાપ્ત થયા બાદ પણ બ્રિટનમાં રહે છે. તેમણે કહ્યું હતું કે, મને ભારતની સાથે ખુલી સરહદવાળી માઇગ્રેશન નીતિને લઈને વિરોધ છે કારણ કે મને નથી લાગતું કે લોકોએ તેના માટે બ્રેક્ઝિટના પક્ષમાં મતદાન કર્યું હતું.
એક બાદ એક રાજીનામાથી બ્રિટનના પ્રધાનમંત્રી લિઝ ટ્રસ પર દબાવ વધી રહ્યો છે. પરંતુ તેમણે બુધવારે ખુદને મેદાન છોડીને ભાગવાની જગ્યાએ એક યોદ્ધા ગણાવી છે. તેમણે આ નિવેદન ત્યારે આપ્યું છે જ્યારે તે ખરાબ આર્થિક યોજનાને લઈને પોતાની કંઝર્વેટિવ પાર્ટીમાં વિરોધનો સામનો કરી રહ્યાં છે. નવનિયુક્ત નાણામંત્રી જેરેમી હંટે એક મહિના કરતાં પણ ઓછા સમય પહેલાં તેમની સરકારના ટેક્સ કટના પેકેજના નિર્ણયોને ઉથલાવી દીધા હતા. ત્યાર બાદ ટ્રસને પહેલીવાર સંસદના પ્રથમ સત્રમાં ભાગ લીધો હતો. તેમણે સંસદની માફી માંગી અને બ્રિટિશ સરકારના પ્રમુખ તરીકે પોતાના નાના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલી ભૂલનો સ્વીકાર કર્યો હતો. ટ્રસ જ્યારે સંસદમાં બોલી રહ્યાં હતા ત્યારે કેટલાક સાંસદોએ કહ્યું- રાજીનામુ આપો.
ટ્રસની સરકારે 23 સપ્ટેમ્બરના રોજ ખચકાટ વિના કરમાં ઘટાડો કર્યો, જેના કારણે નાણાકીય બજારોમાં તોફાન સર્જાયું, જેના કારણે પાઉન્ડ તૂટી પડ્યો અને બ્રિટિશ સરકારના ઉધાર ખર્ચમાં વધારો થયો. બેંક ઓફ ઈંગ્લેન્ડે સંકટને વધુ ઊંડું થતું અટકાવવા દરમિયાનગીરી કરવી પડી હતી. બુધવારે જારી સત્તાવાર આંકડા અનુસાર સપ્ટેમ્બરમાં બ્રિટનમાં મોંઘવારી દર વધીને 10.1 ટકા થઈ ગયો છે, જે 40 વર્ષમાં સૌથી વધુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે