ભગવાન રામ અને સીતાએ જેમ રાવણને હરાવ્યો, બ્રિટન કોરોનાને હરાવશેઃ બોરિસ જોનસન

Boris Johnson Diwali Fest: બ્રિટનમાં રહેતા ભારતીય સમુદાયના લોકોને દિવાળીની શુભેચ્છા આપતા પીએમ બોરિસ જોનસને કહ્યુ કે, જે રીતે ભગવાન રામે રાવણને હરાવ્યો હતો, તે રીતે બ્રિટન કોરોનાને હરાવશે. 
 

ભગવાન રામ અને સીતાએ જેમ રાવણને હરાવ્યો, બ્રિટન કોરોનાને હરાવશેઃ બોરિસ જોનસન

લંડનઃ બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને દેશમાં રહેલા હિન્દુ સમુદાયને દીપાવલીની શુભેચ્છા આપતા કહ્યુ કે, ભગવાન રામ અને સીતાએ રાવણને હરાવ્યો હતો, તેમ આપણે કોરોનાને હરાવીશું. તેમણે કહ્યું કે, શંકાવગર આવનારા સમયમાં મોટો પડકાર સામે ઉભો છે અને મને વિશ્વાસ છે કે દેશના લોકો ભેગા થઈને કોરોના વાયરસને હરાવશે. 

બોરિસ જોનસને, 'આઈગ્લોબલ દીપાવલી મહોત્સવ 2020'નું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરતા કહ્યુ કે, દેશના લોકો એક થઈ અને દ્રઢ ઈચ્છાશક્તિના બળ પર કોરોના વાયરસનો મજબૂત રીતે સામનો કરશે. આપણે લોકો સાથે મળીને આ મહામારીને માત આપીશું. બ્રિટનના પીએમે કહ્યુ કે, જેમ દીપાવળીનો તહેવાર આપણને તે શિક્ષમ આપે છે કે અંધકાર પર પ્રકાશની જીત થાય છે, અજ્ઞાન પર જ્ઞાનની અને બુરાઈ પર અચ્છાઈની જીત હોય છે, આ રીતે અમે કોરોના સામે વિજય મેળવીશું. 

જો બાઇડેનના પત્ની જીલ અમેરિકામાં રચશે ઈતિહાસ, 231 વર્ષમાં પ્રથમવાર કરશે આ કામ  

પોતાના સત્તાવાર આવાસથી આપેલા સંબોધનમાં પીએમ બોરિસે કહ્યુ, જે રીતે ભગવાન રામ અને તેમના પત્ની સીતા રાક્ષસ રાવણને હરાવ્યા બાદ પોતાના ઘરે પરત આવ્યા હતા અને તેના ઉપલક્ષમાં લાખો દિવા પ્રગટાવવામાં આવ્યા હતા, તે રીતે આપણે પોતાનો રસ્તો શોધી શકીએ અને વિજય મેળવી શકીએ. તેમણે કહ્યું, આ વખતે પ્રકાશપર્વ દીપાવલી બ્રિટનમાં કોરોના વાયરસ લૉકડાઉન વચ્ચે ઉજવવામાં આવશે. 

બ્રિટિશ પીએમે દેશમાં રહેતા ભારતીય સમુદાયની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, 'હું જાણું છું કે દૂરથી જશ્ન મનાવવો સરળ નથી, તે પણ ત્યારે તમે તમારા પરિવારની સાથે એક હોવ છે, તમારા મિત્રોને ત્યાં જાવ છે કે તેની સાથે દિવાળીની ઉજવણી કરો છો. સાથે ત્યારે જ્યારી તમારી પાસે સમોસા હોય કે ગુલાબ જાંબુ હોય.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news