Bomb Blast: Afghanistan માં સ્કૂલની નજીક બ્લાસ્ટમાં 40 થી વધુના મોત, 52 લોકો ઘાયલ
આ બોમ્બ વિસ્ફોટમાં 40 થી વધારે લોકોના મરવાની અને 52 લોકો ઘાયલ થયા હોવાની ખબર સામે આવી રહી છે. Afghanistan ના ગૃહમંત્રાલયે આ અંગેની જાણકારી આપી છે.
Trending Photos
કાબુલઃ Afghanistan ની રાજધાની કાબુલમાં એક સ્કૂલની પાસે (Kabul School Bomb Blast) બોમ્બ બ્લાસ્ટના સમાચાર મળી રહ્યાં છે. આ બ્લાસ્ટમાં 40 થી વધારે લોકોના મોત અને 52 લોકો ઘાયલ થયા હોવાનો આંકડો સામે આવી રહ્યો છે. અફગાનિસ્તાનના ગૃહમંત્રાલયે આ અંગેની જાણકારી આપી છે. કાબુલ જિલ્લાના દસ્ત-એ-બારચી માં સૈયદ અલ શુહાદા ગર્લ્સ હાઈ સ્કૂલને નિશાનનો બનાવીને આ હુમલો કરવામાં આવ્યો છે. જ્યારે છોકરીઓ સ્કૂલમાંથી નીકળી રહી હતી ત્યારે પહેલાં કારમાં બોમ્બ બ્લાસ્ટ થયો અને ત્યાર બાદ એ જ જગ્યા પર બે રોકેટ થી હુમલો કરવામાં આવ્યો. હજુ સુધી કોઈ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી નથી લીધી.
Afghanistan ગૃહ મંત્રાલયના પ્રવક્તા તારિક આરિયને કહ્યુંકે, આ હુમલામાં 40 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે સંખ્યાબંધ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે. આ બોમ્બ વિસ્ફોટ પશ્ચિમી કાબુલના દસ્ત-એ-બારચી જિલ્લામાં થયો છે. હુમલો ત્યારે કરવામાં આવ્યો જ્યારે લોકો ઈદ ઉલ ફિતર ની ખરીદી માટે પોતાના ઘરથી બહાર નીકળી રહ્યાં હતાં. ઈદ ઉલ ફિતર રમઝાન મહિનાના અંતમાં મનાવવામાં આવે છે. આ વિસ્તારમાં શિયા હજારા સમુદાયના લોકો મોટી સંખ્યામાં રહે છે. આ સમુદાય વર્ષોથી સુન્ની ઈસ્લામિક કટ્ટરપંથિયોના નિશાન પર રહ્યો છે.
Afghanistan ના ગૃહ મંત્રાલયના ઉપ પ્રવક્તા હામિદ રોશને જણાવ્યુંકે, આ ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટના પ્રાથમિક રીતે એક આતંકી ઘટના પ્રતિત થઈ રહી છે. બ્લાસ્ટને પગલે નિર્દોષ લોકોનો જીવ ગયો છે. મૃતકોમાં ઘણાં બધાં શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનિઓ સામેલ હતાં. સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા દસ્તગીર નઝારીનું કહેવું છેકે, બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ સ્થળ પર બચાવ કામગીરી માટે ઘણી એમ્યુલન્સ રવાના કરવામાં આવી છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે