White Houseમાં બન્યા રહેવાનું ટ્રમ્પનું સપનું તૂટ્યું, આ છેલ્લો દાવ પણ થયો નિષ્ફળ

ડોનાલ્ડ ટ્રમ્પ કેમ્પેન (Donald Trump's campaign)ના લોકો પ્રમુખ રાજ્યોમાં આવેલા પરિણામને બદલવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. અને આ કારણથી શુક્રવારના ટ્રમ્પે મિશિગનના રિપબ્લિકન સાંસદો સાથે મુલાકાત કરી હતી.

White Houseમાં બન્યા રહેવાનું ટ્રમ્પનું સપનું તૂટ્યું, આ છેલ્લો દાવ પણ થયો નિષ્ફળ

વોશિંગ્ટન: નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડેન (President-elect Joe Biden) સામે ચૂંટણીમાં હાર્યા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની વ્હાઇટ હાઉસમાં રહેવાની આશા લગભગ ખતમ થઈ ગઇ છે. એવું ઈતિહાસમાં કહેવામાં આવી રહ્યું છે કે, કેમ કે, હાલમાં જ ચૂંટાયેલા રિપબ્લિકન સાંસદો (Republican lawmakers)એ તેમના રાજ્યના નિર્ણયમાં ફેરફારના કોઇપણ પ્રયત્નને સંપૂર્ણ રીતે નકારી કાઢવામાં આવ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પ કેમ્પેન (Donald Trump's campaign)ના લોકો પ્રમુખ રાજ્યોમાં આવેલા પરિણામને બદલવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. અને આ કારણથી શુક્રવારના ટ્રમ્પે મિશિગનના રિપબ્લિકન સાંસદો સાથે મુલાકાત કરી હતી.

ટ્રમ્પનો છેલ્લો દાવ!
ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં સીનેટના બહુમત નેતા માઇક શિર્કે (Mike Shirkey) અને હાઉસ સ્પીકર લી ચેટફીલ્ડ (Lee Chatfield) સાથે મુલાકાત કરી હતી. જેમણે કહ્યું કે, તેમની પાસે એવી કોઈ જાણકારી નથી કે, જે મિશિગનના ચૂંટણી પરિણામને બદલી દેશે.

રિપબ્લિકન પાર્ટીનું સત્તાવાર નિવેદન
રિપબ્લિકને આપેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમને હજુ સુધી એવી કોઇ જાણકારી મળી નથી જેનાથી મિશિગનના ચૂંટણી પરિણામ બદલી શકે અને સ્થાનિક જનપ્રતિનિધિના રૂપમાં અમે તમામ કાયદાનું પાલન કરશે અને સામાન્ય પ્રક્રિયાના અતંર્ગત આગળ વધશે.

રિપબ્લિકન નેતાઓએ એમ પણ કહ્યું કે મિશિગનની પ્રમાણપત્ર પ્રક્રિયા સરળ અને સામાન્ય રીતે ભય અને ધાકધમકીથી મુક્ત હોવી જોઈએ.

જોર્જિયાથી પણ મળી ટ્રમ્પને નિષ્ફળતા
ટ્રમ્પને શુક્રવારના વધુ એક ઝટકો મળ્યો જ્યારે જોર્જિયા ઔપચારિક રીતથી તેના પરિણામ જાહેર કરનાર સ્ટેટ બની ગયો. એટલે કે જોર્જિયાથી જાહેર અંતિમ પરિણામમાં બાઇડેને આ રાજ્યને 12,670 મતોથી જીતવાનો દાવો કર્યો હતો.

મિશિગનના નિર્ણયને લઇને ટ્રમ્પના નિવેદન બાદ સીનેટર મિટ રોમની સહિત ઘણા રિપબ્લિકન નેતાઓએ તેમની ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે, આ કલ્પના પણ કરી શકાય નહીં કે, કોઇ પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિએ સત્તા પર બની રહેવા માટે આવું બિનલોકશાહી કામ કર્યું હોય.

સીનેટના અન્ય રિપબ્લિકન સાંસદ બેન સાસે અને જોની અર્ન્સ્ટે પણ ટ્રમ્પની રણનીતિને નકારી કાઢી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news