પાકિસ્તાનમાં જોવા મળી બિપરજોયની અસર, હજારો લોકોને શેલ્ટર હોમમાં શિફ્ટ કરાયા

ચક્રવાત બિપરજોય ગુરુવારે પાકિસ્તાનના કાંઠા વિસ્તારોમાં દસ્તક આપે તે પહેલા દેશના દક્ષિણ સિંધ પ્રાંતમાં 82,000થી વધુ લોકોને તેમના ઘરેથી સુરક્ષિત સ્થળો પર ખસેડાયા. ચક્રવાતના પ્રભાથી અનેક શહેરોમાં ભારે વરસાદ અને પૂરની સંભાવના છે અને તેને પહોંચી વળવાની તૈયારી થઈ રહી છે.

પાકિસ્તાનમાં જોવા મળી બિપરજોયની અસર, હજારો લોકોને શેલ્ટર હોમમાં શિફ્ટ કરાયા

ચક્રવાત બિપરજોય ગુરુવારે પાકિસ્તાનના કાંઠા વિસ્તારોમાં દસ્તક આપે તે પહેલા દેશના દક્ષિણ સિંધ પ્રાંતમાં 82,000થી વધુ લોકોને તેમના ઘરેથી સુરક્ષિત સ્થળો પર ખસેડાયા. ચક્રવાતના પ્રભાથી અનેક શહેરોમાં ભારે વરસાદ અને પૂરની સંભાવના છે અને તેને પહોંચી વળવાની તૈયારી થઈ રહી છે. બિપરજોયનો અર્થ બાંગ્લા ભાષામાં આફત થાય છે. 

જળવાયું પરિવર્તન અને પર્યાવરણ સમન્વય મંત્રી શેરી રહેમાને કહ્યું હતું કે ચક્રવાત બિપરજોયની ગતિ ઓછી થઈ ગઈ છે અને તે રાત પહેલા ટકરાશે નહીં. મંત્રીએ ઈસ્લામાબાદમાં પત્રકાર સંમેલનમાં કહ્યું કે પહેલા અનુમાન હતું કે વાવાઝોડું સવારે 11 વાગે ટકરાશે પરંતુ હવે તેની ગતિ ઘટીને 6-7 કિમી થઈ ગઈ છે. તેના ટકરાવવાના સમયમાં પણ વાર થઈ છ ેઅને હવે તે રાત બાદ ટકરાય તેવી શક્યતા છે. 

More than 180,000 people in India and Pakistan fled Biparjoy (meaning "disaster" in Bengali)https://t.co/TM912yNXGI pic.twitter.com/hBEQ4WqgRm

— AFP News Agency (@AFP) June 16, 2023

જો કે મંત્રીએ કહ્યું કે હજુ તે ગંભીર બનેલું છે. અને પહેલેથી ઓળખ કરાયેલા સ્થાનો હજુ પણ ખતરાના નિશાન પર છે. તેમણે સતર્ક રહેવાની જરૂર છે. શેરીએ કહ્યું કે અમે ચાર  જિલ્લામાં  જોખમ હોવાનું કહ્યું હતું. થટ્ટા, બાદિન, સુજાવલ અને માલીર (કરાચી) પરંતુ હવે જ્યારે રસ્તો ઉત્તર-પૂર્વ તરફ થઈ ગયો છે, થારપાકડ વિસ્તારે પણ ચક્રવાતના પ્રભાવ અંગે સચેત રહેવાની જરૂર છે. 

તેમણે કહ્યું કે પ્રભાવિત કાંઠા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળો પર લઈ જવાનું કામ પૂરું થઈ ગયું છે. અત્યાર સુધીમાં 82,000 લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડાયા છે. મંત્રીએ કહ્યું કે નેવી, પોલીસ ફોર્સ, રેન્જર્સ સહિત તમામ સંસ્થાઓ તેમાં મદદ કરી રહી છે. તેમણે કહ્યું કે હાલ વાયુસેનાની જરૂર નથી અને જરૂર પડશે તો તે મદદ કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news