પાકિસ્તાનમાં શહબાઝ શરીફના કેબિનેટમાં કેમ સામેલ ન થયા બિલાવલ ભુટ્ટો? જાણો અંદરનું કારણ

પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફની કેબિનેટમાં સૌથી વધારે PML-Nના 14 મંત્રી છે. તેના પછી બિલાવલ ભુટ્ટોની પાર્ટી પીપીપીના 9 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો. જ્યારે JUIના 4, MQMના 2 અને એક-એક મંત્રી BAP અને જમ્હૂરી વતન પાર્ટીમાંથી લેવામાં આવ્યા છે.

પાકિસ્તાનમાં શહબાઝ શરીફના કેબિનેટમાં કેમ સામેલ ન થયા બિલાવલ ભુટ્ટો? જાણો અંદરનું કારણ

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફની કેબિનેટમાં સૌથી વધારે PML-Nના 14 મંત્રી છે. તેના પછી બિલાવલ ભુટ્ટોની પાર્ટી પીપીપીના 9 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો. જ્યારે JUIના 4, MQMના 2 અને એક-એક મંત્રી BAP અને જમ્હૂરી વતન પાર્ટીમાંથી લેવામાં આવ્યા છે.

 

પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફના મંત્રી મંડળમાં 34 સભ્યોએ અનેક દિવસો પછી આખરે મંગળવારે પોતાના પદના શપથ લઈ લીધા. પોતાના મંત્રી મંડળમાં શહબાઝ શરીફે અનુભવી નેતાઓ અને યુવાઓનું ખાસ જોડાણ કર્યું છે. જેમાં સૌથી વધારે PML-Nના 14 મંત્રી છે. તેના પછી બિલાવલ ભુટ્ટોની પાર્ટી પીપીપીના 9 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો. જ્યારે JUIના 4, MQMના 2 અને એક-એક મંત્રી BAP અને જમ્હૂરી વતન પાર્ટીમાંથી લેવામાં આવ્યા છે.

કોને કયા મંત્રાલયની કમાન:
માહિતી મંત્રી - મરિયમ ઔરંગઝેબ

યોજના અને વિકાસ મંત્રી - અહસાન ઈકબાલ

ગૃહ મંત્રી - રાણા સનાઉલ્લાહ

નાણાં-મહેસુલ મંત્રી - મિફ્તાહ ઈસ્માઈલ

કાયદો અને ન્યાય મંત્રી - આઝમ નજીર તરારી

નાર્કોટિક્સ નિયંત્રણ મંત્રી - નવાબજાદા શાઝૈન બુગતી

ધાર્મિક મામલાના મંત્રી - મુફ્તી અબ્દુલ શકૂર

રાજ્ય-સીમાંત વિસ્તાર - મુહમ્મદ તલહા મહમૂદ

સંચાર મંત્રી - અસદ મહમૂદ

ખાદ્ય અને સુરક્ષા મંત્રી- તારિક બશીર ચીમા

આઈટી-દૂર સંચાર મંત્રી - સૈયદ અમીન ઉલ હક

ઉદ્યોગ મંત્રી - સૈયદ મુર્તઝા મહમૂદી

રક્ષા ઉત્પાદન મંત્રી - મુહમ્મદ ઈસરાર તરીન

રેલ મંત્રી  - ખ્વાજા સાદ રફીક

સંસદીય કાર્ય મંત્રી - મુર્તઝા જાવેદ અબ્બાસી

બિલાવલ ભુટ્ટો ક્યાં ગયા:
પાકિસ્તાનની પૂર્વ ઈમરાન ખાન સરકારને સત્તામાંથી બેદખલ કરવામાં બિલાવલ ભુટ્ટોનો પણ મહત્વનો ફાળો હતો. તે સમયે એવું કહેવામાં આવતું હતું કે બિલાવલ સરકારમાં વિદેશ મંત્રી બની શકે છે. પરંતુ જ્યારે મંત્રી મંડળમાં સામેલ મંત્રીઓના નામ સામે આવ્યા ત્યારે બધાને આશ્વર્ય થયું. કેમ કે બિલાવલ ભુટ્ટોનું તેમાં નામ જ ન હતું. આ પહેલાં આસિફ અલી ઝરદારીએ પણ કેબિનેટમાં સામેલ થવાનો ઈનકાર કર્યો હતો. અને પછી બિલાવવે પણ મંત્રી પદના શપથ ન લેતાં ચર્ચા ઉઠી કે શું પાકિસ્તાનની ગઠબંધન સરકારમાં બધું ઓલ ઈઝ વેલ નથી.

કેબિનેટમાં કેમ સામેલ ન થયા બિલાવલ:
કહેવામાં આવી રહ્યું છે કે બિલાવલે અંતિમ સમયે કેબિનેટમાં સામેલ ન થવાનો નિર્ણય કર્યો. પીપીપીમાં કેટલાંક નેતાઓનું કહેવું હતું કે બિલાવલ ભુટ્ટો પીપીપી ચેરમેન છે. અને પાકિસ્તાનમાં પીએમ પદના ઉમેદવાર છે. જો તે શહબાઝ શરીફની સરકારમાં વિદેશ મંત્રી તરીકે સામેલ થાત તો તેમની છબિ પર અસર પડે તેમ હતું. એટલું જ નહીં આગામી ચૂંટણીમાં જ્યારે તે લોકોની સામે પીપીપી તરફથી પીએમનો ચહેરો બનીને જાત તો તેમને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ હતો.

શું કેબિનેટમાં સામેલ થશે બિલાવલ:
એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે ગઠબંધન સરકારમાં બધું ઓલ ઈઝ વેલ નથી. પીપીપી કેબિનેટમાં જગ્યાને લઈને શહબાઝ શરીફથી નારાજ છે. એવામાં ભુટ્ટોએ કેબિનેટમાં સામેલ ન થવાનો નિર્ણય કર્યો. આ પહેલાં પાકિસ્તાનના પૂર્વ રક્ષા મંત્રી આસિફે દાવો કર્યો કે પીપીપી ચેરમેન બિલાવલ ભુટ્ટો વિદેશ મંત્રી શકે છે. હજુ આ ખાતું કોઈને ફાળવવામાં આવ્યું નથી. તે થોડાક દિવસ પછી શપથ લઈ શકે છે. બિલાવલ સામાન્ય ચૂંટણીની તૈયારી કરવા માગે છે. જો તે મંત્રી બની જાય તો તેનાથી પાર્ટી ચેરમેન તરીકેના તેમના કામ પર મોટી અસર પડે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news