ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા ગુજરાતીઓ માટે મહત્વના સમાચાર, 1 જુલાઈથી થશે આ મોટો ફેરફાર

New Visa Rules For Indian Students In Australia: એક જુલાઈ 2023થી Australian tertiary institutions થી ભારતીય સ્નાતકો આઠ વર્ષ સુધી ઓસ્ટ્રેલિયામાં કામ કરવા માટે અરજી કરી શકે છે. નવા વિઝા નિયમ ગત મહિને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સાઈન થયેલા દ્વિપક્ષીય કરારનું પરિણામ છે.

ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા ગુજરાતીઓ માટે મહત્વના સમાચાર, 1 જુલાઈથી થશે આ મોટો ફેરફાર

New Visa Rules For Indian Students In Australia: એક જુલાઈ 2023થી Australian tertiary institutions થી ભારતીય સ્નાતકો આઠ વર્ષ સુધી ઓસ્ટ્રેલિયામાં કામ કરવા માટે અરજી કરી શકે છે. નવા વિઝા નિયમ ગત મહિને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સાઈન થયેલા દ્વિપક્ષીય કરારનું પરિણામ છે. આ ઉપરાંત વર્ક વિઝા પર બે વર્ષનો વિસ્તાર મળી શકશે અને પ્રતિ પખવાડિયામાં કામના કલાકોની સમયમર્યાદા પણ 40થી વધારીને 48 કલાક કરવામાં આવશે. 

મીડિયા રિપોર્ટ્સ મુજબ આ કરારની એક પ્રમુખ વિશેષતા મોબિલિટી અરેન્જમેન્ટ ફોર ટેલેન્ટેડ અર્લી પ્રોફેશનલ્સ સ્કીમ (MATES) છે. આ સ્કીમ હેઠળ ભારતના યુવા વ્યવસાયિકો માટે 3000 વાર્ષિક સ્પોટ ઉપલબ્ધ હશે જેના માટે તેમને વિઝા માટે પ્રાયોજકોની જરૂર વગર દેશમાં બે વર્ષ વીતાવવાની મંજૂરી મળશે. 

પ્રવાસન કરારના ભાગ રૂપે ભારતમાં અનુસંધાન કરવાનું લક્ષ્ય ધરાવતા ઓસ્ટ્રેલિયન લોકો હવે એસ-5 વિઝા માટે અરજી કરી શકે છે. જેનાથી તેમને 3 વર્ષ સુધી કે પોતાના અનુસંધાન પરિયોજનાના સમય માટે ભારતમાં રહેવાની મંજૂરી મળશે. 

MATES વિઝા એક અસ્થાયી વિઝા પ્રોગ્રામ છે જે રિસર્ચના વિશેષ ક્ષેત્રોમાં ડિગ્રીની સાથે સ્થાપિત અને માન્યતા પ્રાપ્ત ભારતીય યુનિવર્સિટીઓથી હાલમાં જ પાસ આઉટ કે સ્નાતકોને સમાયોજિત કરે છે. MATES વિઝા માટે ડ્યૂટી અને વિઝા પ્રોસેસિંગ ટાઈમની જાહેરાત હજુ સુધી કરાઈ નથી. 

MATES વિઝા માટે લાયક ફિલ્ડ- એન્જિનિયરિંગ, માઈનિંગ, ફાઈનાન્શિયલ ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ઈન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેક્નોલોજી, કૃષિ ટેક્નોલોજી, રિન્યૂએબલ એનર્જી જેવા ફિલ્ડ સામેલ છે. 

MATES વિઝા માટે યોગ્યતા
MATES વિઝા મેળવવા માટે ઉમેદવારની ઉમર 31 વર્ષથી ઓછી હોવી જોઈએ. તે કોઈ પણ માન્યતાપ્રાપ્ત અને સર્ટિફાઈડ યુનિવર્સિટીથી સ્નાતક હોવો જોઈએ. હાલમાં જ પાસ આઉટ થયેલો હોવો જોઈએ અને પોતાની કરિયરના પ્રાથમિક તબક્કામાં હોવો જોઈએ. 

1 જુલાઈ 2023થી યોગ્ય યોગ્યતાવાળા આંતરરાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ સ્નાતકોને અભ્યાસ બાદ બે વર્ષના વધારાના કાર્ય અધિકાર પ્રદાન કરાશે. આ એક્સ્ટેશન પાત્ર આંતરરાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણસ્નાતકોને તેમના અસ્થાયી સ્નાતક વિઝા (ઉપવર્ગ 485) પર બે વર્ષનો વધારાનો સમય આપશે. આ એક્સ્ટેન્શન ક્ષેત્રીય વિસ્તારોમાં અભ્યાસ, રહેવા અને કામ કરનારા યોગ્યતાવાળા વિદ્યાર્થીઓ માટે હાલના વધારાના એકથી બે વર્ષના કાર્ય અધિકારો ઉપરાંત છે. 

કામના કલાકોમાં ફેરફાર
ઓસ્ટ્રેલિયાએ આ વર્ષ એપ્રિલમાં કહ્યું હતું કે તે દેશમાં વધુ કુશળ શ્રમિકોને લાવવામાં તેજી લાવવા માટે પોતાની ઈમિગ્રેશન પ્રણાલીમાં ફેરફાર લાવશે. સરકારે કહ્યું કે કુશળ પ્રવાસીઓને આકર્ષવા માટે ઉચ્ચ કુશળ વ્યવસાયિકો માટે વિઝા પ્રક્રિયાને તેજ અને સરળ બનાવવામાં આવશે અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને જાળવી રાખવા માટે પગલાં ભરાશે. આ સાથે જ એક જુલાઈથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે સ્વીકાર્ય કામના કલાકોની સમયમર્યાદાને બે વર્ષના વિઝા વિસ્તારની સાથે પ્રતિ પખવાડિયું 40 કલાકથી વધીને 48 કલાક કરાશે. 

મહામારી દરમિયાન વિદ્યાર્થી વિઝા કાર્ય પ્રતિબંધોમાં ઢીલ આપવામાં આવી હતી અને કાર્યબળની કમીને દૂર કરવા માટે પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાર્થી વિઝા ધારકોને પ્રતિ પખવાડિયું 40 કલાકની પોતાની સામાનય્ સીમાથી વધુ કામ કરવાની મંજૂરી આપવા માટે જાન્યુઆરી 2022માં સીમા સંપૂર્ણ રીતે હટાવવામાં આવી હતી. સરકારે એ પણ જાહેરાત કરી કે સત્યાપિત કૌશલની કમીવાળા વિસ્તારોમાં સિલેક્ટેડ ડિગ્રીવાળા આંતરરાષ્ટ્રીય સ્નાતકો માટે અભ્યાસ બાદ કાર્ય અધિકારોના બે વર્ષનો વિસ્તાર ઉપલબ્ધ છે. વિદેશ મંત્રાલયના 2022ના આંકડા મુજબ વિવિધ ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓમાં 1,00,009 ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news