પાકિસ્તાન આતંકવાદ મામલે વધુ મોટો પર્દાફાશ, અમેરિકાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

પાકિસ્તાન (Pakistan) આતંકવાદીઓને (Terrorist) મદદ કરી રહ્યું હોવા મામલે વધુ એક મોટો પર્દાફાશ થયો છે. અમેરિકાના (US) આતંકવાદ અંગેના વાર્ષિક રિપોર્ટમાં (Annual Report) આ અંગે ચોંકાવનારો ખુલાસો કરાયો છે. 

પાકિસ્તાન આતંકવાદ મામલે વધુ મોટો પર્દાફાશ, અમેરિકાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી : પાકિસ્તાનની નાપાક હરકતોનો વધુ એકવાર પર્દાફાશ થયો છે. પાકિસ્તાનમાં હજુ પણ આતંક ઉછરી રહ્યો હોવાનો ખુલાસો બીજા કોઇએ નહીં પરંતુ વિશ્વની મહાસત્તા અમેરિકાએ જ કર્યો છે. અમેરિકાના સ્ટેટ રિપોર્ટમાં કહેવાયું છે કે, પાકિસ્તાનની સરજમીન પર આજે પણ આતંકવાદ વકરી રહ્યો છે. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના વાર્ષિક રિપોર્ટમાં પાકિસ્તાન સામે ફરી એકવાર સવાલો કરાયા છે. આ રિપોર્ટમાં ભારતને આતંકવાદ વિરૂધ્ધની લડાઇમાં અમેરિકાના સાથી મિત્ર તરીકે દર્શાવાયો છે. 

Pakistan

આ રિપોર્ટમાં કહેવાયું છે કે, પાકિસ્તાને વાતો તો ઘણી કરી પરંતુ આ દિશામાં કામ કંઇ કર્યું નથી. અફઘાન તાલિબાન અને હક્કાની નેટવર્ક માટે પાકિસ્તાન હજુ પણ સેફ ઝોન સાબિત થઇ રહ્યું છે. અને અહીં આવા સંગઠનો સતત વધુ ફાલીફુલી રહ્યા છે. સાથોસાથ અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયામાં લાગેલા યૂએસ અને અફઘાનિસ્તાન આર્મી માટે ખતરાનું કામ કરી રહ્યા છે. 

India

આ ઉપરાંત આ રિપોર્ટમાં વધુ એક મોટો ખુલાસો કરાયો છે કે, પાકિસ્તાન ખાસ કરીને લશ્કર એ તોયબા અને જૈશ એ મોહમ્મદ જેવા આતંકી સંગઠનો સામે ગાળિયો કસવા મામલે ખાસ કંઇ કરી શકતું નથી. અને પાકિસ્તાનની જમીન પર આ સંગઠનો ન માત્ર ફંડ એકત્ર કરી રહ્યા છે પરંતુ પાકિસ્તાનની જમીન પર જ ભરતી અને તાલીમની કામગીરી પણ કરી રહ્યા છે. રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરાયો છે કે, આ સંગઠનો સાથે સંબંધ રાખનારા પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીમાં ઉભા રહે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news