બેરૂત બ્લાસ્ટમાં 100 લોકોના મોત, 4 હજારથી વધુ ઘાયલ

લેબનોનની રાજધાની બેરૂત (Beirut)માં મંગળવારે થયેલા ભીષણ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 100 લોકોનાં મોત નીપજ્યાં. આ વિસ્ફોટમાં શહેરના હાર્બરનો એક મોટો ભાગ અને ઘણી ઇમારતોને નુકસાન પહોંચ્યું હતું. લેબનોન રેડક્રોસના અધિકારી જ્યોર્જ કેથેનેહે જણાવ્યું હતું કે આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 100 લોકોએ જીવ ગુમાવ્યો છે અને આ સંખ્યામાં વધુ વધારો થવાની ધારણા છે.
બેરૂત બ્લાસ્ટમાં 100 લોકોના મોત, 4 હજારથી વધુ ઘાયલ

બેરૂત: લેબનોનની રાજધાની બેરૂત (Beirut)માં મંગળવારે થયેલા ભીષણ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 100 લોકોનાં મોત નીપજ્યાં. આ વિસ્ફોટમાં શહેરના હાર્બરનો એક મોટો ભાગ અને ઘણી ઇમારતોને નુકસાન પહોંચ્યું હતું. લેબનોન રેડક્રોસના અધિકારી જ્યોર્જ કેથેનેહે જણાવ્યું હતું કે આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 100 લોકોએ જીવ ગુમાવ્યો છે અને આ સંખ્યામાં વધુ વધારો થવાની ધારણા છે.

હાર્બરમાંથી હજી ધુમાડો નીકળી રહ્યો છે. ક્ષતિગ્રસ્ત વાહનો અને મકાનોનો કાટમાળ હજી પણ રસ્તાઓ પર ફેલાયેલો છે. લોકો તેમના પરિવારના સભ્યો વિશે જાણવા હોસ્પિટલોની બહાર ભેગા થયા છે. તે જ સમયે, ઘણા લોકોએ ઓનલાઇન સહાય માટે વિનંતી પણ કરી છે. આ પહેલા અધિકારીઓએ મંગળવારે કહ્યું હતું કે 70થી વધુ લોકોના મોત થયા છે અને 3,000થી વધુ લોકો ઘાયલ થયા છે.

જર્મનીના જિઓસાયન્સ સેંટર 'જીએફઝેડ'ના અનુસાર વિસ્ફોટથી 3.5ની તીવ્રતાનો ભુકંપ થયો હતો. વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે તેનો અવાજ 200 કિલોમીટરથી વધુ દુર સુધી સંભળાયો. કોરોના વાયરસ (COVID-19)નો સામનો કરી રહેલા દેશમાં થયેલા વિસ્ફોટ અને આર્થિક સંકટ પછી એક નવું સંકટ પેદા થયું છે. લેબનોનના ગૃહ મંત્રીએ કહ્યું કે, એવું લાગે છે કે બંદર પર મોટી માત્રામાં એમોનિયમ નાઇટ્રેટમાં વિસ્ફોટ થયો હતો.

જવાબદાર લોકોને તેની કિંમત ચૂકવવી પડશે
દેશના ગૃહ મંત્રી મોહમ્મદ ફહમીએ એક સ્થાનિક ટીવી સ્ટેશનને જણાવ્યું હતું કે એવું લાગે છે કે હાર્બરના વેરહાઉસમાં 2,700 ટન એમોનિયમ નાઇટ્રેટના વિસ્ફોટથી અકસ્માત થયો હતો. લેબનોનના પ્રધાનમંત્રી હસન દિયાબે વચન આપ્યું હતું કે, આ માટે જવાબદાર લોકોએ કિંમત ચૂકવવી પડશે. ઇઝરાઇલ સરકારના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ઇઝરાઇલનો વિસ્ફોટ સાથે કોઈ લેવાદેવા નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news