Egypt માં 5000 વર્ષ જુની બિયરની ફેક્ટરી મળી, આ રીતે બનતી હતી Beer

જુના ઈજિપ્ત (Egypt)માં એબિડૉસ (Abydos) નામના શહેરમાં દુનિયાની સૌથી જુની બિયરની ફેક્ટરી (World's Oldest Beer Factory) મળી આવી છે.આ ફેક્ટરી 3100 બીસી (BC) આસ-પાસની બતાવવામાં આવે છે.તૂક્કાઓ લગાવવામાં આવી રહ્યા છે કે ત્યાં રાજવી પરિવારો માટે માટલામાં બનાવવામાં આવતી હતી બિયર.

Egypt માં 5000 વર્ષ જુની બિયરની ફેક્ટરી મળી, આ રીતે બનતી હતી Beer

ઝી બ્યૂરો, અમદાવાદઃ દુનિયામાં અત્યાર સુધી કેટલીયે સભ્યતા (Civilisations) પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરીને ગુમનામીના અંધારામાં ખોવાઈ ગઈ છે. કોઈ એવી સભ્યતા વિશે આપણે વધુ જાણતા હઈશું તો કોઈ એવી સભ્યતા હશે કે તેના વિશે આપણે જાણી શકીયા નથી પરતું અવાર નવાર ખોજકામ દરમિયાન કેટલીય જગ્યાએથી કેટલાય એવા પુરાવાઓ મળ્યા છે કે જ્યાં જનજીવન હોય તેવું સાબિત થાય છે.

પુરાતત્વ વિભાગ (Archaeologists)ના ખોદકામ દરમિયાન એક એવી બિયર ફેક્ટરી મળી જેને  દુનિયાની સૌથી જુની બિયર ફેક્ટરી (Oldest Beer Factory) માનવામાં આવે છે. બિયરની આ સાઈટને ઈજિપ્તના Sohag Governorate પાસેથી મળી આવી.ટૂરિઝમ અને એન્ટી મિનીસ્ટ્રી (Tourism & Antique Ministry) એ જણાવ્યું કે,આ સાઈટ 3100 બીસી (3100 BC) દરમિયાન કરવામાં આવી હોઈ શકે છે. આ જગ્યા પર ઈજિપ્તના રાજાઓ માટે બિયર બનાવવામાં આવતી હતી.આ ભટ્ટીમાં 22 હજાર 400 લીટર બિયર બનતી હશે.આ સાઈટ પરથી માટીના 320 માટલા મળ્યા છે.માનવામાં આવે છે કે,આજ ઘડાઓમાં બિયર તૈયાર કરવામાં આવતી હશે.

અનાજને સડાવીને બનાવવામાં આવતી હતી બિયર
આ સાઈટ નરમેર રાજાના સમયની હોવાનું માનવામાં આવે છે. તેમણે 5000 વર્ષ પહેલા ઈજિપ્ત પર રાજ કર્યું હતું. તેમનો મહેલ આ સાઈટની પાસે જ હતો. બિયરની આ ફેક્ટરી ખૂબ મોટા વિસ્તારમાં ફેલાયેલી હતી.આમાં 8 સેક્શન હતા. આ ફેક્ટરીના દરેક સેક્શનમાં 40 માટલા મળ્યા છે. જેમાં  અનાજ અને પાણીને માટીની સાથે ગરમ કર્યા પછી સડાવવામાં આવતું હશે. ત્યાર પછી તેને વીણીને તેમાથી બિયર બનાવવામાં આવતી હશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news