Baba Vanga Predictions: બાબા વેંગાની અત્યાર સુધીની સૌથી ખતરનાક ભવિષ્યવાણી, 2023 માં એલિયન હુમલા વિશે કહ્યું

Baba Vanga latest news: બાબા વેંગા તેમની ભવિષ્યવાણી માટે પ્રખ્યાત છે, તેમની ભવિષ્યવાણી પર ભરોસો રાખનાર લોકોનું માનવુ છે કે તેમની મોટાભાગની ભવિષ્યવાણી સાચી પડી છે... આગામી નવા વર્ષે લઈને તેઓએ ખતરનાક ભવિષ્યવાણી કરી છે... જે જાણીને તમારા હોંશ ઉડી જશે 

Baba Vanga Predictions: બાબા વેંગાની અત્યાર સુધીની સૌથી ખતરનાક ભવિષ્યવાણી, 2023 માં એલિયન હુમલા વિશે કહ્યું

Baba Vanga viral news: નવા વર્ષના સ્વાગત માટે લોકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. વર્ષ 2022 નું વર્ષની શરૂઆતમાં લોકોમાં કોરોનાનો ખૌફ હતો. તેથી લોકો હવે ઈચ્છે છે કે નવુ વર્ષ વધુ શાનદાર અને ફળદાયી નિવડે. 2023 ના વર્ષને આવકારવા લોકોમાં જોશ મળી રહ્યો છે, પરંતુ એકવાર ફરીથી કોરોનાનો કહેર આવી ગયો છે. કોવિડને કારણે ચીનમાં કોહરામ મચી ગયો છે. દુનિયાભરમાં નવા વેરિયન્ટના કેસ તેજીથી વધી રહ્યાં છે. આ વચ્ચે 2023 ના વર્ષનું આગમન થઈ રહ્યું છે. ત્યારે આ વચ્ચે જ 2023 ને લઈને બાબા વેંગાની ભવિષ્યવાણી આવી ગઈ છે. જે તમને વધુ નિરાશ કરી શકે છે. બાબા વેંગાની ભવિષ્યવાણી પર ભરોરો રાખનારાનું માનવુ છે કે, તેમની મોટાભાગની ભવિષ્યવાણી અત્યાર સુધી સાચી પડી છે. 

કોણ છે બાબા વેંગા
બાબા વેંગાને લઈને કહેવાય છે કે, તેઓએ 9/11 ના આતંકી હુમલા, બરાક ઓબામા અને રાજકુમારી ડાયનાના મોત સહિત અનેક ભવિષ્યવાણી કરી હતી, જે સાચી સાબિત થઈ છે. બાબા વેંગાની લોકપ્રિયતા વિશે ચર્ચા છે કે, તેમને લોકો બાલ્કન અને નાસ્ત્રેદમના નામથી પણ ઓળખવામાં આવે છે. વર્ષ 1911 માં ઉત્તરી મૈસેડોનિયના સ્ટ્રમિકા વિસ્તારમાં તેમનો જન્મ થયો હતો. બાબા વેંગા ફેમસ બલ્ગેરિયાઈ ભવિષ્યવક્તાઓમાં સામેલ છે. પોતાના મોત પહેલા જ તેમણે ભવિષ્યના અનેક વર્ષો સુધીની ભવિષ્યવાણી કરી છે. તેમની ભવિષ્યવાણી સતત ચર્ચામાં રહે છે.

આ પણ વાંચો : 

શું છે એ ખતરનાક ભવિષ્યવાણી
વર્ષ 2023 ને લઈને બાબા વેંગાએ ખતરનાક ભવિષ્યવાણી કરી છે. તેમની ભવિષ્યવાણી અનુસાર, આગામી વર્ષમાં અનેક ભયાનક ઘટનાઓ ઘડી શકે છે. ભવિષ્યવાણીમાં એવો દાવો કરાયો છે કે, વર્ષ 2023 માં ધરતી પર એલિયન્સનો એટેક થઈ શકે છે. આ દરમિયાન લાખો લોકો પોતાના જીવને ગુમાવી શકે છે. આ ઉપરાંત એ પણ કહ્યું કે, મોટા દેશો દ્વારા માનવ પર બાયોવેપનનું પરીક્ષણ કરવામાં આવી શકે છે. આ ટેસ્ટથી હજારો લોકોના મોત થશે. તેમજ માનવ સભ્યતા પર પણ ખતરો આવી શકે છે.  

(Disclaimer: અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટી કરતુ નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news