Baba Vanga: ડિસેમ્બર 2023 સુધી ધરતી પર જોવા મળશે તબાહી, શું બાબા વેંગાની ભવિષ્યવાણી પડશે સાચી!

Baba Vanga Predictions: બાબા વેંગાએ વર્ષ 2023 માટે કહેલી ધણી વાત સાચી પડી રહી છે. તેમની વર્ષ 2023 માટે હજુ એક ભવિષ્યવાણી છે, તે પ્રમાણે ડિસેમ્બર સુધી ધરતી પર તબાહી જોવા મળશે. 

Baba Vanga: ડિસેમ્બર 2023 સુધી ધરતી પર જોવા મળશે તબાહી, શું બાબા વેંગાની ભવિષ્યવાણી પડશે સાચી!

નવી દિલ્હીઃ Baba Vanga Predictions: સાચી અને સટીક ભવિષ્યવાણી કરનાર બાબા વેંગાની વાતો સાચી સાબિત થઈ રહી છે. બાબા વેંગાએ 9/11ની જે સાચી ભવિષ્યવાણી કરી હતી તે વાત આજે પણ જગજાહેર છે. બાબા વેંગાની વાતો 100 ટકા સાચી સાબિત થાય છે. તેમ માનવામાં આવે છે કે બાબા વેંગાએ કહ્યુ હતું કે વર્ષ 2023માં લોકોએ હવામાન, ભૂકંપ, તોફાનની તબાહી સહન કરવી પડી શકે છે, લોકો આ વાતથી ડરી રહ્યાં છે. 

બાબા વેંગાએ વર્ષ 2023ની ભવિષ્યવાણી કરી હતી, જેમાં બાબા વેંગાએ કહ્યુ હતું કે વર્ષ 2023ના અંતમાં એટલે કે ડિસેમ્બરમાં પરમાણુ હુમલો થશે, જેનાથી ધરતી પર ભયાનક તબાહી મચશે. બાબાની આ ભવિષ્યવાણીથી લોકો ડરેલા છે. આ ભવિષ્યવાણીને ત્રીજા વિશ્વયુદ્ધનું નામ આપવામાં આવ્યું છે. આ ભવિષ્યવાણી અનુસાર ધરતી પર તબાહી મચી શકે છે. તેના કારણે પર્યાવરણમાં પરિવર્તન જોવા મળશે, જેનું ગંભીર પરિણામ ધરતીએ ભોગવવું પડશે. 

બાબા વેંગાએ 2023માં એક મોટા પરમાણુ ઉર્જા સંયંત્રમાં વિસ્ફોટકની ચેતવણી આપી હતી, તેમ માનવામાં આવ્યું છે કે આ વાતનો પ્રભાવ રશિયા પર પડશે. જેનાથી ઘણી બીમારી ફેલાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ પરમાણુ વિસ્ફોટથી જે રેડિએશન નિકળશે તેનાથી ચારે તરફ તબાહી મચી જશે. 

બાબા વેંગા યુરોપના બુલ્ગારિયામાં રહેતી હતી. તેમનો જન્મ વર્ષ 1911માં થયો હતો. માત્ર 12 વર્ષની ઉંમરે બાબા વેંગાએ પોતાના બંને આંખની રોશની ગુમાવી દીધી હતી. બાબા વેંગાનું મૃત્યુ ઓગસ્ટ 1996માં થયું હતું. તેમના મોત પહેલાં તેમણે વર્ષ 5079 સુધીની ભવિષ્યવાણી કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news