બાબા વેંગાની 2024 માટે ચોંકાવનારી ભવિષ્યવાણીઓ...ખુબ જ ચર્ચામાં રહેતા આ રાજનેતાનું થશે મોત?

Baba Venga:  નવા વર્ષની શરૂઆત થવાની છે પરંતુ તે પહેલા તો અનેક લોકો આવનારા સમયની ભવિષ્યવાણી કરવા લાગી ગયા છે. તમે બાબા વેંગાનું નામ તો સાંભળ્યું જ હશે. જે બલ્ગેરિયાના એક અંધ મહિલા ભવિષ્યવક્તા હતા અને તેમની ભવિષ્યવાણીઓ માટે જાણીતા હતા

બાબા વેંગાની 2024 માટે ચોંકાવનારી ભવિષ્યવાણીઓ...ખુબ જ ચર્ચામાં રહેતા આ રાજનેતાનું થશે મોત?

Baba Venga:  નવા વર્ષની શરૂઆત થવાની છે પરંતુ તે પહેલા તો અનેક લોકો આવનારા સમયની ભવિષ્યવાણી કરવા લાગી ગયા છે. તમે બાબા વેંગાનું નામ તો સાંભળ્યું જ હશે. જે બલ્ગેરિયાના એક અંધ મહિલા ભવિષ્યવક્તા હતા અને તેમની ભવિષ્યવાણીઓ માટે જાણીતા હતા. તેમના ફોલોઅર્સ સ્પષ્ણપણે માને છે કે તેમણે અનેક એવી ભવિષ્યવાણીઓ કરી હતી જે સાચી પડી છે જેમાં 9/11 હુમલો અને યુક્રેન યુદ્ધ પણ છે. તેની સરખામણી ફ્રેન્ચ જ્યોતિષી નાસ્ત્રાદેમસ સાથે પણ થતી રહે છે. 

બાબા વેંગાનું 26 વર્ષ પહેલા 85 વર્ષની આયુમાં નિધન થયું પણ તેમના અનુયાયીઓનું કહેવું છે કે તેમણે વર્ષ 2024 વિશે પણ કેટલીક ભવિષ્યવાણીઓ કરી છેજે હજુ સુધી સામે આવી નથી. જો કે આ ભવિષ્યવાણીઓની સત્યતા પર કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. કેટલાકનું એવું પણ માનવું છે કે ઈન્ટરનેટ ટ્રોલ્સે બનાવેલી છે. પણ આમ છતાં તેમની ભવિષ્યવાણીઓપર લોકોને વિશ્વાસ છે અને એક દૂરંદર્શી મહિલા માને છે જેનામાં ભવિષ્ય ભાંખવાની શક્તિ હતી. જાણો કેટલીક આવી જ ભવિષ્યવાણીઓ વિશે જે 2024 માટે કરાઈ એવું માનવામાં આવી રહ્યું છે. 

1. પુતિનની હત્યા
તેમની કથિત ભવિષ્યવાણીમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના મોત અંગે પણ છે જેના માટે કોઈ રશિયન નાગરિક જવાબદાર હશે. 

2. યુરોપનો આતંક
સમગ્ર યુરોપમાં આતંકવાદમાં વધારો થવાની પણ ભવિષ્યવાણી કરી છે અને સૂચન આપ્યું હતું કે પ્રમુખ દેશ આગામી વર્ષમાં કા તો જૈવિક હથિયારોનું પરીક્ષણ કરી શકે છે અથવા તો હુમલાનો સામનો કરી શકે છે. 

3. જળવાયું આફત
ધ સનના રિપોર્ટ મુજબ બાબા  વેંગાએ આવનારા વર્ષોમાં કુદરતી આફતોની ભવિષ્યવાણી કરેલી હતી જેમાં હવામાન સંબંધી ઘટનાઓની સાથે સાથે વિકિરણ સ્તરમા વધારો થવાની સંભાવનાનો ઉલ્લેખ કરાયો હતો. 

4. આર્થિક સંકટ
બાબા વેંગાની ભવિષ્યવાણીઓએ વધતા કરજ, વધતા વૈશ્વિક તણાવ અને પશ્ચિમથી પૂર્વ તરફ સત્તામાં ફેરફારના કારણે આવનારા આર્થિક સંકટ તરફ ઈશારો કર્યો હતો.

5. સાઈબર હુમલા
બાબા વેંગા મુજબ હેકર્સ પાવર ગ્રિડ અને વોટર ટ્રિટમેન્ટ ફેસિલિટી જેવા મહત્વપૂર્ણ પાયાના માળખાને જલદીથી ટાર્ગેટ કરશે જેના કારણે રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ વધશે. 

6. ટેકનોલોજી ક્રાંતિ
બાબા વેંગાએ પરંપરાગત કોમ્પ્યુટરોની સરખામણીમાં સૂચનાને ઝડપથી સંસાધિત કરવાની ક્ષમતાને ધ્યાનમાં રાખતા, ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં એક મહત્વપૂર્ણ છલાંગની આશંકા વ્યક્ત કરી. તેમણે એઆઈના યૂઝમાં વધારાની પણ ભવિષ્યવાણી કરી છે. 

7. ચિકિત્સા શોધ
બાબા વેંગાએ કેન્સર અને અલ્ઝાઈમર રોગ બંનેના ઈલાજની શોધની ભવિષ્યવાણી કરી છે અને આશાનું એક નવું કિરણ દેખાડ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news