Video: કોરોના વચ્ચે આ દેશમાં વધુ એક મહામારીનું સંકટ, આકાશમાંથી થયો ઉંદરોનો વરસાદ!

દુનિયા કોરોના વાયરસથી (Coronavirus) પહેલા જ પરેશાન છે. એવામાં ઓસ્ટ્રેલિયા માઉસ પ્લેગનો પણ સામનો કરી રહ્યું છે. લોકોને ભય છે કે, ઉંદર ક્યાંક બીજી કોઈ મહામારી ના ફેલાવે

Video: કોરોના વચ્ચે આ દેશમાં વધુ એક મહામારીનું સંકટ, આકાશમાંથી થયો ઉંદરોનો વરસાદ!

સિડની: દુનિયા કોરોના વાયરસથી (Coronavirus) પહેલા જ પરેશાન છે. એવામાં ઓસ્ટ્રેલિયા માઉસ પ્લેગનો પણ સામનો કરી રહ્યું છે. લોકોને ભય છે કે, ઉંદર ક્યાંક બીજી કોઈ મહામારી ના ફેલાવે. ઓસ્ટ્રેલિયામાં (Australia) ઉંદરોએ આતંક મચાવ્યો છે. ઉંદરોના આતંકના કારણે ફેક્ટ્રી માલિકથી લઇને ખેડૂત પરેશાન છે. લાખોની સંખ્યામાં ઉંદરોએ પાકને બરબાદ કર્યો છે. લાખો ઉંદર ઓસ્ટ્રેલિયાની જુદી જુદી ફેક્ટરીઓ અને ખેતરોમાંથી નીકળી રહ્યા છે. લોકોને ભયમાં ત્યારે આવી ગયા જ્યારે આકાશમાંથી ઉંદરોનો વરસાદ થવા લાગ્યો.

આકાશમાંથી ઉંદરોનો વરસાદ!
ખરેખર, ઓસ્ટ્રેલિયામાં આકાશમાંથી ઉંદરના વરસાદનો આ વીડિયો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યો છે. ટ્વિટર યુઝર લ્યુસી ઠાકરેએ એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વેરહાઉસ સાફ કરવામાં આવી રહ્યું છે, જેથી ખેડુતો તેમાં પોતાની પેદાશ રાખી શકે. જ્યારે પંપ દ્વારા વેરહાઉસની સફાઇ કરવામાં આવી રહી છે, ત્યારે તે હજારો ઉંદરો અચાનક તે પંપમાંથી જમીન પર પડે છે. આ ઉંદરોમાં મોટાભાગના ઉંદરો મરી ગયા છે. ઉંદરના 'વરસાદ' ના આ વીડિયોએ ઓસ્ટ્રેલિયાને ટેંશનમાં મુક્યું છે.

માઉસ પ્લેગનો પ્રકોપ
અહેવાલો અનુસાર આ ઉંદરોએ ઓસ્ટ્રેલિયાના હજારો લોકોને કરડ્યા છે, જેના કારણે ઉંદરને લગતી બીમારી ઘણા લોકોમાં ફેલાઈ છે. તાજેતરનાં મહિનાઓમાં પૂર્વી ઓસ્ટ્રેલિયામાં લાખો ઉંદરો મોટા પાયે પાક અને સંગ્રહિત અનાજનો નાશ કરી રહ્યા છે. એટલું જ નહીં, કેટલાક લોકોએ ગ્રામીણ હોસ્પિટલોમાં પોતાનું ઘર પણ બનાવ્યું છે. એનએસડબલ્યુ મિડ-વેસ્ટમાં માઉસ પ્લેગનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.

— Lucy Thackray (@LucyThack) May 12, 2021

સરકાર કરશે મદદ
લાખો ઉંદરોએ Schosols, ઘરો અને ખેતરો પર હુમલો કર્યો છે. લોકોના ઘરોમાં કપડાં અને અનાજ પણ સલામત નથી. ઉંદરોના કારણે હજારો ટન અનાજનો નાશ કરવો પડે છે કારણ કે તે અનાજમાં ઉંદરના ડ્રોપ હોવાના કારણે પ્લેગ થવાનું જોખમ રહેલું છે. ઉંદરને મારવા માટે સરકાર ગેરકાયદેસર ઝેરની મંજૂરી આપવાની વિચારણા કરી રહી છે. ન્યુ સાઉથ વેલ્સ સરકાર ઉંદરની સમસ્યાનો સામનો કરવા માટે ખેડૂતોને મદદ કરવા 50 મિલિયન ડોલર જાહેર કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news