કોરોના મુદ્દે અમેરિકા બાદ હવે આ શક્તિશાળી દેશ સાથે વધ્યો ચીનનો વિવાદ, બંને આમને સામને 

કોરોના વાયરસના પ્રસારને કાબુમાં લેવામાં જે સફળતા ઓસ્ટ્રેલિયાને મળી તે તેના સૌથી મોટા ટ્રેડિંગ પાર્ટનર ચીન સાથે વધતા વિવાદ પાછળ છૂપાઈ ગઈ. હવે વિશ્વ સ્વાસ્થ્ય સભાએએ કોરોના વાયરસ મહામારીની ઉત્પતિની વૈશ્વિક તપાસ પર હા પાડી દીધી છે. 

કોરોના મુદ્દે અમેરિકા બાદ હવે આ શક્તિશાળી દેશ સાથે વધ્યો ચીનનો વિવાદ, બંને આમને સામને 

નવી દિલ્હી: કોરોના વાયરસના પ્રસારને કાબુમાં લેવામાં જે સફળતા ઓસ્ટ્રેલિયાને મળી તે તેના સૌથી મોટા ટ્રેડિંગ પાર્ટનર ચીન સાથે વધતા વિવાદ પાછળ છૂપાઈ ગઈ. હવે વિશ્વ સ્વાસ્થ્ય સભાએએ કોરોના વાયરસ મહામારીની ઉત્પતિની વૈશ્વિક તપાસ પર હા પાડી દીધી છે. 

ઓસ્ટ્રેલિયા જ તે પહેલવહેલો દેશ છે જેણે મહામારી પર વૈશ્વિક તપાસની માગણી કરી હતી અને ઓસ્ટ્રેલિયાની માગણી બાદ 100થી વધુ દેશોએ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. હવે જ્યારે WHAએ આ પ્રસ્તાવને સ્વીકારી લીધો છે તો ચીન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધોની ખાઈ હજુ વધી શકે છે. 

કોરના વાયરસ કે જેના કારણે દુનિયાભરના 49,27,523 થી વધુ લોકો સંક્રમિત થયા છે અને 3,20,957 લોકોના મૃત્યુ થયા છે. આ વાયરસ ડિસેમ્બર 2019માં ચીનના વુહાનથી નીકળ્યો હતો. 

જો કે ચીને કોરોના વાયરસ મહામારી કેવી રીતે હેન્ડલ કરી તે સવાલને જ ચીને આધારહિન ગણાવ્યો. ચીનમાં મૃત્યુના અધિકૃત આંકડા પર શંકા હોવા છતાં પણ ચીને કહ્યું કે બધુ સ્પષ્ટ છે અને કશું છૂપાવ્યું નથી. ઓસ્ટ્રેલિયાથી નારાજ ચીને બદલો લેવા માટે ઓસ્ટ્રેલિયા નિકાસ પર ભારે ડ્યૂટી ઝીંકી દીધી. 

ચીની રાજદૂતે ઓસ્ટ્રેલિયા સામાનોના બહિષ્કાર અંગેની ચેતવણી આપી હતી. ચીની એમ્બેસીઓએ હાલમાં જ આંતરરાષ્ટ્રીય મામલાઓ પર વધુ કડક વલણ અપનાવ્યું છે. જેમાં કોરોના વાયરસ પ્રકોપને પહોંચી વળવા અંગે થઈ રહેલી ટીકાઓ પણ સામેલ છે. એક નીતિ જેને પશ્ચિમ અને ચીની મીડિયા બંનેમાં વુલ્ફ વોરિયર કૂટનીતિ ગણાવવામાં આવી છે. 

ચીની અખબાર ધ ગ્લોબલ ટાઈમ્સે મંગળવારે એક લેખ પ્રકાશિત કર્યો જેમાં કહેવાયું હતું કે વૈશ્વિક સમુદાયે કોવિડ 19 પર ચીન દ્વારા પ્રાયોજિત પ્રસ્તાવનું સ્વાગત કર્યું જે ઓસ્ટ્રેલિયાના ગાલ પર થપ્પડ જેવું છે. આમ તો આ એકદમ અલગ વાત છે કારણ કે ચીન પર તો આ તપાસ માટે દબાણ સર્જવામાં આવ્યું છે. 

જુઓ LIVE TV

આ બધા વચ્ચે ચીનના નિશાના પર અનેક ઓસ્ટ્રેલિન પ્રોડક્ટ્સ આવી ગઈ છે. આ વખતે દારૂ, ડેરી, સી ફૂડ, દલિયા, અને ફળ નિશાના પર છે. તેમની હવે કડક ગુણવત્તા તપાસ, એન્ટી ડમ્પિંગ તપાસ, ટેરિફ કે કસ્ટમમાં મોડું જેવી ચીજોથી પ્રભાવિત કરવામાં આવી શકે છે. 

પરંતુ ચીને અનેક એવા દેશો કે જેમને ઋણ આપ્યા છે તેવા દેશો જેમ કે પાકિસ્તાન, કિર્ગિસ્તાન, શ્રીલંકા અને અનેક આફ્રિકી દેશો તેમને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયા સાથે વેપાર યુદ્ધ વ્યર્થ જ નહીં પરંતુ અયોગ્ય પણ જોવા મળી રહ્યું છે.     

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news