પહેલીવાર સ્પેસમાં આઇસક્રીમ પાર્ટી, મહિલા અંતરિક્ષ યાત્રીએ કંઇક આ રીતે ઉજવ્યો જન્મદિવસ

નાસા (NASA) ની એસ્ટ્રોનોટ Megan McArthur એ પોતાનો 50મો જન્મદિવસ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (International Space Station) માં ઉજવ્યો. આ અવસર પર નાસા (NASA)ની અંતરિક્ષ યાત્રીએ આઇસક્રીમ પાર્ટી કરી. 

પહેલીવાર સ્પેસમાં આઇસક્રીમ પાર્ટી, મહિલા અંતરિક્ષ યાત્રીએ કંઇક આ રીતે ઉજવ્યો જન્મદિવસ

વોશિંગ્ટન: નાસા (NASA) ની એસ્ટ્રોનોટ Megan McArthur એ પોતાનો 50મો જન્મદિવસ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (International Space Station) માં ઉજવ્યો. આ અવસર પર નાસા (NASA)ની અંતરિક્ષ યાત્રીએ આઇસક્રીમ પાર્ટી કરી. 

એસ્ટ્રોનોટે ઉજવ્યો 50મો જન્મદિવસ
પોતાના 50મા જન્મદિવસના અવસર પર Megan McArthur એ કહ્યું કે આ વાતથી ખૂબ ખુશ છું. આ પહેલાં ક્યારેય કોઇએ મારા જન્મદિવસ પર સ્પેશ શિપ મોકલી ન હતી. Expedition 65 ના ચાલક દળના સાથીઓ સથે બર્થ ડે ડિનર શાનદાર હતું. 

— Megan McArthur (@Astro_Megan) August 30, 2021

એપ્રિલમાં પહોંચી હતી સ્પેસ સ્ટેશન
મૈકઆર્થર હાલ પૃથ્વીથી 260 માઇલના અંતરે ઇન્ટરનેશનલ સ્પેશ સ્ટેશનમાં રહે છે. તે Expedition 65 હેઠળ એપ્રિલમં અહીં પહોંચી હતી. 

અત્યાર સુધીની સૌથી મોટી કાર્ગો ડિલીવરી
તાજેતરમાં SpaceX એ એવોકાડો અને રોબોટિક આર્મ જેવી ઘણી વસ્તુઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલી હતી. કાર્ગો શિપ સાત અંતરિક્ષ યાત્રીઓ માટે એવોકાડો, લીંબૂ અને આઇસક્રીમ જેવે વસ્તુઓ લઇને રવાના થયું હતું. આ સ્પેસએક્સ (SpaceX) ના કાર્ગો શિપની અત્યાર સુધીની સૌથી કાર્ગો ડિલીવરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news