Sri Lanka Crisis: શ્રીલંકા સંકટ વચ્ચે આર્મી ચીફ આવ્યા સામે, પ્રદર્શનકારીઓને કરી આ મોટી અપીલ
Sri Lanka Crisis 2022: શ્રીલંકામાં ચાલી રહેલા આર્થિક સંકટ વચ્ચે શ્રીલંકાના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ સિલ્વાએ જનતાને શાંતિ રાખવા અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે રાજકીય સંકટનું શાંતિપૂર્ણ રીતથી સમાધાન લાવી શકાય છે.
Trending Photos
Sri Lanka Crisis 2022: શ્રીલંકામાં ચાલી રહેલા આર્થિક સંકટ વચ્ચે શ્રીલંકાના સેના પ્રમુખ જનરલ શૈવેન્દ્ર સિલ્વાએ દેશમાં શાંતિ બનાવી રાખવા લોકોનું સમર્થન માંગ્યું છે. સેના પ્રમુખે કહ્યું કે, હાલના રાજકીય સંકટનું શાંતિપૂર્ણ રીતથી પણ સમાધાન લાવી શકાય છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ થોડા સમય પહેલા 13 જુલાઈના પદ છોડવાની સંમત થયા.
શ્રીલંકામાં થઈ રહ્યું છે પ્રદર્શન
શ્રીલંકામાં આર્થિક સંકટને લઇને રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના રાજીનામાની માંગને લઇને મોટી સંખ્યામાં પ્રદર્શનકારી શનિવારના મધ્ય કોલંબોના ભારે રક્ષિત ફોર્ટ વિસ્તારમાં રાષ્ટ્રપતિના સત્તાવાર આવાસમાં ઘુસી ગયા હતા. પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘેના રાજીનામાની ઓફર કર્યા બાદ પણ પ્રદર્શનકારીઓએ તેમના ખાનગી આવાસમાં આગ લગાવી દીધી હતી.
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફે જનતાને કરી અપીલ
શ્રીલંકાના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ સિલ્વાએ એક નિવેદનમાં કહ્યું કે વર્તમાન સંકટને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની તક ઉભી થઈ છે. કોલંબો ગેઝેટ ન્યૂઝ પોર્ટલે અહેવાલ આપ્યો છે કે સિલ્વાએ શ્રીલંકાના તમામ લોકોને દેશમાં શાંતિ જાળવવા માટે સશસ્ત્ર દળો અને પોલીસને સમર્થન આપવા વિનંતી કરી હતી. ગાલે ફેસ અને ફોર્ટ અને પ્રધાનમંત્રી વિક્રમસિંઘેના ખાનગી આવાસ પાસે શનિવારે થયેલી હિંસા બાદ આ નિવેદન જારી કરવામાં આવ્યું હતું.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી આપશે રાજીનામું
આ ઘટનાઓ બાદ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે અને પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે રાજીનામું આપવાની ઓફર કરી છે. રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે 13 જુલાઈના રાજીનામું આપશે. શ્રીલંકાની સંસદના અધ્યક્ષ મહિંદા યાપા અભયવર્ધને શનિવાર રાતે આ જાણકારી આપી. અભયવર્ધને શનિવાર સાંજે થયેલી સર્વદળીય નેતાઓની બેઠક બાદ તેમના રાજીનામા માટે પત્ર લખ્યો હતો, જે પછી રાષ્ટ્રપતિ રાજપક્ષેએ આ નિર્ણય અંગે સંસદ અધ્યક્ષને સૂચના આપી હતી. અભયવર્ધનેએ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો પર રાજપક્ષેને પત્ર લખ્યો.
(એજન્સી ભાષા)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે