વિશ્વ યુદ્ધની ચિંગારી ભડકી!, આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ફફડાટ, જો આ શક્તિશાળી દેશ અર્મેનિયાના સપોર્ટમાં આવશે તો....

અર્મેનિયા અને અઝરબૈજાન(Armenia -Azerbaijan) વચ્ચે છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલું યુદ્ધ લાંબુ ખેંચાય તેવી આશંકા છે. બંને દેશોએ યુદ્ધ (War) રોકવાની અને શાંતિ સાથે સમસ્યાનો ઉકેલ લાવવાની આંતરરાષ્ટ્રીય સમુદાયની અપીલને ફગાવી દીધી છે. અર્મેનિયા અને અઝરબૈજાનની સેનાઓ વિવાદિત નાગોર્નો-કારાબાખ (Nagorno-Karabakh) ક્ષેત્રને લઈને આમને સામને  છે. બંને તરફથી ખુબ ગોળાબારી થઈ રહી છે. બંને દેશ એકબીજાને મોટું નુકસાન પહોંચાડવાનો દાવો કરી રહ્યા છે. આ યુદ્ધમાં અત્યાર સુધી 100ની આસપાસ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. 

વિશ્વ યુદ્ધની ચિંગારી ભડકી!, આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ફફડાટ, જો આ શક્તિશાળી દેશ અર્મેનિયાના સપોર્ટમાં આવશે તો....

બાકૂ: અર્મેનિયા અને અઝરબૈજાન(Armenia -Azerbaijan) વચ્ચે છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલું યુદ્ધ લાંબુ ખેંચાય તેવી આશંકા છે. બંને દેશોએ યુદ્ધ (War) રોકવાની અને શાંતિ સાથે સમસ્યાનો ઉકેલ લાવવાની આંતરરાષ્ટ્રીય સમુદાયની અપીલને ફગાવી દીધી છે. અર્મેનિયા અને અઝરબૈજાનની સેનાઓ વિવાદિત નાગોર્નો-કારાબાખ (Nagorno-Karabakh) ક્ષેત્રને લઈને આમને સામને  છે. બંને તરફથી ખુબ ગોળાબારી થઈ રહી છે. બંને દેશ એકબીજાને મોટું નુકસાન પહોંચાડવાનો દાવો કરી રહ્યા છે. આ યુદ્ધમાં અત્યાર સુધી 100ની આસપાસ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. 

શાંતિવાર્તાનો તો સવાલ જ નથી
અમેરિકા સહિત આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા સતત બે દેશોને યુદ્ધ સમાપ્ત કરવાની અપીલ થઈ રહી છે. અર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચેના યુદ્ધ અંગે જે પ્રકારે તુર્કી આગળ આવ્યું છે તેને જોતા એવી આશંકા વધી ગઈ છે કે આ યુદ્ધમાં રશિયા પણ અર્મેનિયાનો પક્ષ લઈને મેદાનમાં ઉતરે. આ જ કારણ છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય જલદી આ વિવાદનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ આવે તેવું ઈચ્છે છે. જો કે અર્મેનિયાના પ્રધાનમંત્રી નિકોલસ પશિનિયન (Armenian Prime Minister Nikol Pashinyan) એ સ્પષ્ટ કરી દીધુ છે કે તેઓ અઝરબૈજાન સાથે શાંતિવાર્તા માટે તૈયાર નથી. 

તુર્કી પર ઉશ્કેરણીનો આરોપ
અર્મેનિયાએ આરોપ લગાવ્યો છે કે તુર્કી ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી રહ્યું છે અને તેના ફાઈટર જેટે અર્મેનિયાની હવાઈ સરહદનો ભંગ કર્યો છે. આ બાજુ  અઝરબૈજાનના રક્ષા મંત્રાલયે દાવો કર્યો છે કે તેના સૈનિકોએ અર્મેનિયાની 130 ટેન્ક, 200 તોપખાના, 25 એન્ટી એરક્રાફ્ટ યુનિટ, પાંચ ગોળાબારૂદ ડેપો, 50 એન્ટી ટેન્ક યુનિટ, 55 સૈન્ય વાહનોને નષ્ટ કર્યા છે. અઝરબૈજાને એમ પણ કહ્યું કે અર્મેનિયા તરફથી સતત તેના નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. 

2016માં 200 લોકો માર્યા ગયા હતા
અત્રે જણાવવાનું કે પૂર્વ સોવિયેત સંઘનો હિસ્સો રહેલા અર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે યુદ્ધનું કારણ છે નાર્ગોન-કારાબાખ (Nagorno-Karabakh) નામનો વિસ્તાર. આ વિસ્તારના પહાડી ક્ષેત્રને અઝરબૈજાન પોતાનો ગણાવે છે જ્યારે અહીં અર્મેનિયાનો કબ્જો છે. 1994માં ખતમ થયેલી લડાઈ બાદ આ વિસ્તાર પર અર્મેનિયાનો કબ્જો છે. 2016માં પણ બંને દેશો વચ્ચે આ વિસ્તાર માટે લોહિયાળ જંગ થયો હતો. જેમાં 200 લોકો માર્યા ગયા હતાં હવે એકવાર ફરીથી બંને દેશો આમને સામને છે. 

ચિંતાનું સૌથી મોટું કારણ
આંતરરાષ્ટ્રીય સમુદાયને ચિંતા એ વાતની છે કે જો બંને દેશોની આ લડાઈમાં રશિયા જેવી મહાશક્તિ સામેલ થશે તો વિશ્વ યુદ્ધ જેવી સ્થિતિ પેદા થઈ જશે. કોરોના સંકટ વચ્ચે દુનિયા વધુ કોઈ સંકટ ઝેલવાની સ્થિતિમાં નથી. આથી સમાધાનની કોશિશ થઈ રહી છે. અમેરિકા સહિત અનેક દેશોએ અર્મેનિયા અને અઝરબૈજાનને યુદ્ધ બંધ કરવાની અપીલ કરી છે. છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા આ જંગમાં હવે રશિયા, તુર્કી, ફ્રાન્સ, ઈરાન અને ઈઝરાયેલ જેવા દેશો સામેલ થાય તેવું જોખમ વધી ગયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news