Queen Elizabeth Video: શોકિંગ! આ દેશમાં એંકરે મહારાણી એલિઝાબેથ દ્વિતિયના નિધન પર કરી ઉજવણી
TV anchor celebrating the death of Elizabeth II : બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતિયનું ગુરુવારે નિધન થયું તેમના નિધન બાદથી દુનિયાભરના દેશોમાં શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. મોટાભાગના દેશોના રાષ્ટ્ર પ્રમુખોએ તેમના નિધનને મોટું નુકસાન ગણાવતા શોક વ્યક્ત કર્યો છે. આ બધા વચ્ચે એક એવો વ્યક્તિ પણ જોવા મળ્યો છે જે એલિઝાબેથના નિધનની ઉજવણી કરી રહ્યો છે. આ વ્યક્તિ આર્જેન્ટિનાની એક ટીવી ચેનલનો એંકર છે. જેણે ટીવી પર આ ઉજવણી કરી.
Trending Photos
TV anchor celebrating the death of Elizabeth II : બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતિયનું ગુરુવારે નિધન થયું. તેમના નિધન બાદથી દુનિયાભરના દેશોમાં શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. મોટાભાગના દેશોના રાષ્ટ્ર પ્રમુખોએ તેમના નિધનને મોટું નુકસાન ગણાવતા શોક વ્યક્ત કર્યો છે. આ બધા વચ્ચે એક એવો વ્યક્તિ પણ જોવા મળ્યો છે જે એલિઝાબેથના નિધનની ઉજવણી કરી રહ્યો છે. આ વ્યક્તિ આર્જેન્ટિનાની એક ટીવી ચેનલનો એંકર છે. જેણે ટીવી પર આ ઉજવણી કરી. આ સેલિબ્રેશનનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ લોકો આ એંકરની ખુબ ટીકા કરી રહ્યા છે.
રિપોર્ટ મુજબ આ એંકરનું નામ સેન્ટિયાગો કુનેઓ છે. તે ટીવી શો દરમિયાન એલિઝાબેથના નિધનની ખબર મળ્યા બાદ ખુબ ખુશ થઈ જાય છે. તે અપમાનજનક રીતે કહે છે કે યોગ્ય વ્યક્તિનું મોત થઈ ગયું અને આખરે આ વૃદ્ધ મહિલા નરકમાં જતી રહી. એટલું જ નહીં આ વીડિયોમાં એંકર ઉપરાંત તેમના કેટલાક સાથીઓ પણ મહારાણીના મોતની મજાક ઉડાવતા જોવા મળી રહ્યા છે. આ લોકો પણ એંકર સાથે તાળીઓ પાડી રહ્યા છે. આ બધા વચ્ચે એંકર સેન્ટિયાગો કહે છે કે અનેક વર્ષથી એલિઝાબેથના મોતની રાહ જોઈ રહ્યો હતો. પોતાની વાત કહ્યા બાદ એંકર શેમ્પેઈનની બોટલ ખોલીને તેની ઉજવણીને મોટી દેખાડવાની કોશિશ પણ કરે છે.
i wish you could all truly understand and admire how this argentinian tv host is celebrating the death of the queen. it's a true piece of art. pic.twitter.com/onm1F5sx0z
— mauro 🎃 (@mauro_txt) September 8, 2022
સોશિયલ મીડિયા યૂઝર્સે કાઢી ઝાટકણી
આ વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યા બાદ યૂઝર્સે તેના પર ખુબ નારાજગી વ્યક્ત કરી છે. કેટલાકે તો એંકરનો ક્લાસ લઈ નાખ્યો. એક યૂઝરે કહ્યું કે અમે સમજી શકીએ છીએ કે એંકરને રોયલ ફેમિલીથી ચીડ છે પરંતુ તેનો અર્થ એ નથી કે તે મૃત વ્યક્તિનું અપમાન કરે. એક અન્ય યૂઝરે લખ્યું કે સ્પષ્ટ વાત છે કે એંકરે આ બધુ ટીઆરપી મેળવવા માટે કર્યું છે. જો તે જરા પણ હોશિયાર હોત તો ક્યારેય દુનિયાથી જનારા વ્યક્તિનું અપમાન ન કરત.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે