Shocking Story: Apple Watch એ મહિલા બચાવ્યો જીવ, ઘટના જાણીને ચોંકી જશો

Apple Watch ને લઇને વધુ એક સમાચાર સામે આવ્યા છે જેને સાંભળીને તમારા રૂવાડાં ઉભા થઇ જશે. ગુસ્સામાં આવીને પતિએ પોતાની પત્નીને જમીનમાં જીવતી દફનાવી દીધી અને પછી એપ્પલ વોચે કંઇક એવું કર્યું જેના પર તમને વિશ્વાસ પણ નહી થાય. 
 

Shocking Story: Apple Watch એ મહિલા બચાવ્યો જીવ, ઘટના જાણીને ચોંકી જશો

Apple Watch Saves Life: એપ્પલ (Apple) એક એકદમ લોકપ્રિય અને પ્રીમિયમ સ્માર્ટફોન કંપની છે, જેના પ્રોડક્ટ્સને દુનિયાભરમાં પસંદ કરવામાં આવે છે. આ મોંઘા ગેજેટ્સમાં ઘણા બધા અનોખા ફીચર્સ આવે છે જે સામાન્ય રીતે કોઇ બીજી કંપનીના ડિવાસીસમાં મળતા નથી. તમને જણાવી દઇએ કે એવું જ એક ગેજેટ એપ્પલ વોચ  (Apple Watch) છે. આ ગેજેટની મદદથી ઘણા લોકોનો જીવ બચી ગયો છે. તાજેતરમાં જ એક એવા સમાચાર સામે આવ્યા છે જેમાં એક પતિએ ગુસ્સામાં આવીને પોતાની પત્નીને જીવતી દફન કરી દીધી અને પછી એપ્પલ વોચે કંઇક એવું કર્યું કે તમને વિશ્વાસ કરવો મુશ્કેલ થઇ જશે.

પતિએ ગુસ્સામાં આવીને પત્નીને જમીનમાં જીવતી દફનાવી દીધી
DailyMail ના એક રિપોર્ટ અનુસાર 42 વર્ષીય મહિલા Young Sook An ને Seattle થી 60 મીલ દૂર એક શહેરમાં તેમના પતિએ ગુસ્સામાં આવીને જીવતી દફનાવી દીધી. આ મહિલાને તેના પતિએ ચાકૂ માર્યું અને પછી મોંઢા પર ટેપ લગાવીને તેને જમીનમાં દફનાવી દીધી. આ મહિલાએ પોતાનો જીવ એપ્પલ વોચના લીધે બચાવી લીધો.  

Apple Watch એ જે કર્યું તેના પર તમને નહી થાય વિશ્વાસ
રિપોર્ટ અનુસાર જ્યારે Young Sook An ને તેમના પતિએ દફનાવી દીધી તો પોતાનો જીવ બચાવવા માટે તેમને પોતાની એપ્પલ વોચનો ઉપયોગ કર્યો. કોઇપણ પ્રકારે તેમણે પોતાને જમીનની અંદરથી નિકાળી લીધી ત્યારબાદ એપ્પલ વોચની મદદથી 911 ડાયલ કર્યો અને પોતાનું રેસ્ક્યૂ કરાવ્યું. પોલીસ મળી તો તેમણે કહ્યું કે મારા પતિએ મને મારવાનો પ્રયત્ન કર્યો છે.  

પોલીસે જ્યારે આ મહિલાને બચાવી તો તેમણે જણાવ્યું કે મહિલાની હાલત ખૂબ જ ખરાબ હતી, તેમના ગરદન અને ગળું, ચહેરો અને પગ ડક્ટ ટેપ લાગેલી હતી અને વાળમાં ગંદકી હતી. એપ્પલ વોચે તેઅમ્ની 20 વર્ષની પુત્રીને એક ઇમરજન્સી નોટિફિકેશન પણ મોકલ્યું પરંતુ પતિને ઘડીયાળ વિશે ખબર પડી ગઇ અને તેમને તેના પર હથોડો મારી દીધો. 

તમને જણાવી દઇએ કે પહેલાં પણ આવી ઘણી ઘટનાઓ સામે આવી છે. જ્યાં એપ્પલ વોચે લોકોનો જીવ બચાવ્યો છે. થોડા સમય પહેલાં જ સમાચાર આવ્યા હતા કે 12 વર્ષની છોકરીને કેન્સરને એપ્પલ વોચ દ્વારા ડિડક્ટ કરવામાં આવ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news