અંજુએ કહ્યું- ના તો ધર્મ બદલ્યો છે ના તો નિકાહ કર્યા છે, PAK મીડિયાના સમાચારો ખોટા

Anju converted to Islam: પોતાના પ્રેમીને મળવા ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુના કેસમાં નાટકીય વળાંક આવ્યો છે. અત્યાર સુધી એવું કહેવામાં આવી રહ્યું હતું કે અંજુ ભારત પરત ફરશે અને લગ્ન કરવાનો કોઈ ઈરાદો નથી. દરમિયાન પાકિસ્તાની મીડિયાનો દાવો છે કે અંજુએ ઈસ્લામ કબૂલ કરીને લગ્ન કરી લીધા છે.

અંજુએ કહ્યું- ના તો ધર્મ બદલ્યો છે ના તો નિકાહ કર્યા છે, PAK મીડિયાના સમાચારો ખોટા

Pakistan News: સીમા હૈદરના ભારત આવવાના કિસ્સા વચ્ચે અચાનક સનસનાટીભર્યા સમાચાર આવ્યા કે રાજસ્થાનના અલવરની ભારતીય મહિલા અંજુ પણ પાકિસ્તાન જતી રહી છે. તે તેના પ્રેમીને મળવા ગઈ હતી. અત્યાર સુધી સમાચાર આવી રહ્યા હતા કે તે લીગલ વિઝા પર પાકિસ્તાન ગઈ છે અને પરત ફરશે. પરંતુ આ દરમિયાન આ સમાચારમાં વધુ એક મોટો 'ટ્વિસ્ટ' આવ્યો છે. 'એક્સપ્રેસ ન્યૂઝ' અને અન્ય પાકિસ્તાની મીડિયા દાવો કરી રહ્યા છે કે પાકિસ્તાન પહોંચેલી ભારતીય મહિલા અંજુએ ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો છે અને કોર્ટમાં લગ્ન કરી લીધા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ અંજૂએ આ તમામ વાતોને ખોટી ગણાવી છે અને તેને અફવા ગણાવી છે. 

ઝી મીડિયા સાથે વાતચીત દરમિયાન નસરૂલ્લાહે જણાવ્યું કે અંજુ સાથે નિકાહની વાત બિલકુલ ખોટી છે. તેમણે જણાવ્યું કે તે કોર્ટમાં સિક્યોરિટી માંગવા માટે ગયા હતા. તો બીજી તરફ અંજુએ ઝી મીદિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે તેમણે પોતાનો ધર્મ પરિવર્તન કર્યો નથી અને ના તો નિકાહ કર્યા છે. 

તેમણે કહ્યું કે 'મેં ઇસ્લામ ધર્મ અપનાવ્યો નથી. મારો નિકાહ થયા નથી. મિત્રો સાથે ગયા હતા. પ્રી વેડિંગ શૂટ નથી. વ્લોગરે પોતાના વ્યૂઝ વધારવા માટે વીડિયો અપલોડ કર્યો હતો. અંજુના પાકિસ્તાની મિત્ર નસરૂલ્લાએ કહ્યું કે ભારતીય મહિલા અંજુના વીઝાની સમય મર્યાદા 20 ઓગસ્ટના રોજ પુરી થતા ભારત પરત ફરશે. નસરૂલ્લાએ તેની સાથે જ અંજુ સાથે પ્રેમ સંબંધો હોવાનો દાવો નકારી કાઢ્યો છે. 

અંજુ બની ગઇ ફાતિમા
એક નાટકીય વળાંકમાં અલવરથી પાકિસ્તાનના ઉપરી દીર સુધી પહોંચી ભારતીય મહિલા અંજૂઈ ઇસ્લામ ધર્મ અપનાવી લીધો છે. એટલું જ નહીં, તેણે તેના પાકિસ્તાની પ્રેમી નસરુલ્લા સાથે લગ્ન કરી લીધા છે. હવે તેનું નામ બદલીને ફાતિમા રાખવામાં આવ્યું છે. પાકિસ્તાની મીડિયાએ આ દાવો કર્યો છે.

 

પહાડોમાં પર સાથે સમય વિતાવતા જોવા મળ્યા!
અંજુ માન્ય વિઝા પર પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અપર ડીર આદિવાસી જિલ્લામાં નસરુલ્લાને મળવા ગઈ હતી. અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે નસરુલ્લા સાથે તેના લગ્ન ઔપચારિક રીતે જિલ્લા કોર્ટ અપર ડીરમાં થઈ ગયા છે. આ ઘટનાક્રમ તે દાવાઓના એક દિવસ બાદ સામે આવ્યો છે કે તેમના લગ્ન કરવાની કોઈ યોજના ન હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન કર્યા પછી બંનેએ પહાડી સ્થળોની મુલાકાત પણ લીધી છે, જેમાં તેઓ સાથે જોવા મળે છે. આ દંપતીએ 'અંજુ વેડ્સ નસરુલ્લા' નામનો વીડિયો પણ બહાર પાડ્યો છે. તે તેમને વિસ્તારના સુંદર હિલ સ્ટેશનોની મુલાકાત લેતા દર્શાવવામાં આવે છે, જ્યારે તેઓ હાથ પકડીને ચાલે છે અથવા એકબીજાની નજીક બેસે છે.

ફેસબુક પર મિત્રતા અને પછી પ્રેમ, પ્રેમીને મળવા સરહદ પાર ગઈ અંજુ
તમને જણાવી દઇએ કે રાજસ્થાનની રહેવાસી મહિલા અંજુને પાકિસ્તાની વ્યક્તિ નસરુલ્લા સાથે ફેસબુક પર મિત્રતા થયા બાદ પ્રેમ થઈ ગયો અને તેણે લગ્ન કરી લીધા. તેને બે બાળકો પણ છે.  પોતાના પાકિસ્તાની પ્રેમીને મળવા માટે પાકિસ્તાનના એક દૂરના ગામડામાં પહોંચી હતી, ભારતીય મહિલા અંજૂની વિઝા સમાપ્ત થયા પછી 20 ઓગસ્ટે ઘરે પરત ફરશે. આ જાણકારી અંજુના પાકિસ્તાની મિત્ર નસરુલ્લાએ સોમવારે આપી હતી. સોમવારે આવેલા સમાચારમાં નસરુલ્લાએ અંજુ સાથે પ્રેમ સંબંધ હોવાના દાવાઓને પણ ફગાવી દીધા હતા. નસરુલ્લા (29)એ કહ્યું હતું કે તેનો 34 વર્ષીય ભારતીય મહિલા અંજુ સાથે લગ્ન કરવાનો કોઈ ઈરાદો નથી.

યુપીમાં જન્મેલી અને રાજસ્થાનના અલવરની રહેવાસી છે અંજુ
અંજુનો જન્મ ઉત્તર પ્રદેશના કેલોર ગામમાં થયો હતો અને તે રાજસ્થાનના અલવરમાં રહેતી હતી. નસરુલ્લાહ અને અંજુની 2019માં ફેસબુક દ્વારા મિત્રતા થઈ હતી. પેશાવરથી લગભગ 300 કિલોમીટર દૂર કુલશો ગામમાંથી ફોન પર વાતચીતમાં નસરુલ્લાએ કહ્યું હતું કે, "અંજુ પાકિસ્તાન આવી ગઈ છે અને અમારી લગ્ન કરવાની કોઈ યોજના નથી." અંજુ મારા ઘરે બીજા રૂમમાં પરિવારની અન્ય મહિલાઓ સાથે રહે છે.

માન્ય વિઝા પર પાકિસ્તાન ગઈ છે અંજુ 
અંજુ માન્ય વિઝા પર પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અપર ડીર આદિવાસી જિલ્લામાં નસરુલ્લાને મળવા આવી છે. પાકિસ્તાનના ગૃહ મંત્રાલય દ્વારા નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનને મોકલવામાં આવેલા સત્તાવાર દસ્તાવેજ અનુસાર, ઓફિસે માહિતી આપી છે કે તેણે અંજુને માત્ર અપર ડીર જિલ્લા માટે 30 દિવસનો વિઝા આપવાનો નિર્ણય કર્યો છે. નસરુલ્લા શેરિંગલ યુનિવર્સિટીમાંથી વિજ્ઞાન સ્નાતક છે અને પાંચ ભાઈઓમાં સૌથી નાનો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news