China માં હવે નવો ખતરો: પહેલીવાર માણસમાં જોવા મળ્યો Bird Flu નો H10N3 Strain, આખી દુનિયામાં દહેશત

કોરોના (Corona)  સંકટ હજુ ટળ્યું નથી ત્યાં તો ચીનથી વધુ એક ખરાબ સમાચાર આવી રહ્યા છે.

China માં હવે નવો ખતરો: પહેલીવાર માણસમાં જોવા મળ્યો Bird Flu નો H10N3 Strain, આખી દુનિયામાં દહેશત

બેઈજિંગ: કોરોના (Corona)  સંકટ હજુ ટળ્યું નથી ત્યાં તો ચીનથી વધુ એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. ચીનમાં પહેલીવાર માણસોમાં બર્ડ ફ્લૂનો કેસ જોવા મળ્યો છે. નેશનલ હેલ્થ કમિશન (NHC) એ 41 વર્ષના વ્યક્તિમાં બર્ડ ફ્લૂનો H10N3 સ્ટ્રેન મળી આવ્યો હોવાની પુષ્ટિ કરી છે. આ વ્યક્તિ ચીનના જિયાંગસૂ (Jiangsu Province) પ્રાંતનો રહીશ છે. NHC એ જણાવ્યું કે તાવ અને અન્ય લક્ષણો બાદ આ વ્યક્તિને 28 એપ્રિલના રોજ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેના એક મહિના બાદ એટલે કે 28 મી મેના રોજ તેનામાં H10N3 સ્ટ્રેન મળી આવ્યો. 

મરઘીઓમાંથી માણસોમાં પહોંચ્યો
નેશનલ હેલ્થ કમિશને પીડિત વ્યક્તિ અંગે વધુ જાણકારી આપવાની ના પાડી છે. પરંતુ એટલું જરૂર કહ્યું કે આ સંક્રમણ મરઘીઓમાંથી માણસમાં પહોંચ્યું. જો કે NHC નું કહેવું છે કે H10N3 સ્ટ્રેન વધુ શક્તિશાળી નથી અને તે મોટા પાયે ફેલાય તેવું જોખમ પણ ઓછું છે. પીડિત વ્યક્તિની સ્થિતિ હાલ સ્થિર છે અને જલદી તેને હોસ્પિટલમાંથી રજા મળી જશે. 

જુઓ Live Tv

ચીનમાં એવિયન ઈન્ફ્લૂએન્ઝાના અનેક અલગ અલગ સ્ટ્રેન છે અને કેટલાક એવા લોકોને સંક્રમિત કરે છે જે સામાન્ય રીતે મરઘીપાલન કરતા હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news