અમેરિકાના રાષ્ટ્રપતિના નાના ભાઇનું નિધિન, ટ્રમ્પ પરિવારમાં શોકનું મોજું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભાઇ રોબર્ટ ટ્રમ્પનું નિધન થયું છે. તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી હતી અને તેઓ થોડા દિવસોથી બિમાર હતા. પહેલા તો આ સમાચાર પર કોઇને વિશ્વાસ થયો નહીં પરંતુ જ્યારે વ્હાઇટ હાઉસ તરફથી તેની પુષ્ટી કરવામાં આવી તો સમગ્ર ટ્રમ્પ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ મોટી ખોટ છે. આ વર્ષ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ઘણું ખરાબ સાબિત થઇ રહ્યું છે. રાજકીય રીતથી પણ તેમને અનેક સમસ્યાઓ અને પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિના નાના ભાઇનું નિધિન, ટ્રમ્પ પરિવારમાં શોકનું મોજું

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભાઇ રોબર્ટ ટ્રમ્પનું નિધન થયું છે. તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી હતી અને તેઓ થોડા દિવસોથી બિમાર હતા. પહેલા તો આ સમાચાર પર કોઇને વિશ્વાસ થયો નહીં પરંતુ જ્યારે વ્હાઇટ હાઉસ તરફથી તેની પુષ્ટી કરવામાં આવી તો સમગ્ર ટ્રમ્પ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ મોટી ખોટ છે. આ વર્ષ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ઘણું ખરાબ સાબિત થઇ રહ્યું છે. રાજકીય રીતથી પણ તેમને અનેક સમસ્યાઓ અને પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.

હોસ્પિટલમાં પહોંચ્યા હતા રાષ્ટ્રપતિ ટ્રમ્પ
તમને જણાવી દઇએ કે, તેમના ભાઇની તબિતયના હાલ જાણવા ટ્રમ્પ શુક્રવારના હોસ્પિટલ પણ ગયા હતા અને તેના 24 કલાક બાદ તેમનું નિધન થયું. ડોનાલ્ડ ટ્રમ્પના નાના ભાઇ રોબર્ટ ટ્રમ્પનું શનિવાર રાતે ન્યૂયોર્કની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું. 71 વર્ષના રોબર્ટ ગંભીર બીમારીનો સામનો કરી રહ્યાં હતા.

પોતાના ભાઇના નિધનથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા દુ:ખી છે. રાષ્ટ્રપિત ટ્રમ્પ તરફથી કહેવામાં આવ્યું છે, હું ઘણો દુખી મનની સાથે તમને જણાવી રહ્યો છું કે, મારા ભાઇ રોબર્ટનું આજ રાતે નિધન થયું છે. તે માત્ર મારો ભાઇ નહીં, પરંતુ મારો સૌથી સારો મિત્ર પણ હતો. તેની ઘણી યાદ આવશે, પરંતુ અમે ફરી મળશું.

ઇવાન્કાએ પણ વ્યક્ત કર્યું દુ:ખ
ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પે પણ કાકા રોબર્ટ ટ્રમ્પના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે તેમના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, અંકલ રોબર્ટ, અમે તમને પ્રેમ કરીએ છે, તમે હમેશાં અમારા દિલ અને પ્રાર્થનામાં છો. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચાર ભાઇ-બહેન છે. રોબર્ટ, ડોનાલ્ડ ટ્રમ્પના ઘણા નજીક હતા, જેમાં રોબર્ટ સૌથી નાના હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news