America એ બહાર પાડી Travel Advisory, નાગરિકોને કહ્યું- 'ભારત-પાકિસ્તાનમાં જોખમ, મુસાફરી કરવાથી બચો'

અમેરિકા (America) ની નવી સરકારે પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી  (Travel Advisory) બહાર પાડી છે. જેમાં  ભારતનો પણ ઉલ્લેખ છે. જો બાઈડેન પ્રશાસને પોતાના નાગરિકોને કહ્યું છે કે હાલના સમયમાં તેમણે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ  (India, Pakistan, Bangladesh) નો પ્રવાસ કરવાથી બચવું જોઈએ.

America એ બહાર પાડી Travel Advisory, નાગરિકોને કહ્યું- 'ભારત-પાકિસ્તાનમાં જોખમ, મુસાફરી કરવાથી બચો'

વોશિંગ્ટન: અમેરિકા (America) ની નવી સરકારે પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી  (Travel Advisory) બહાર પાડી છે. જેમાં  ભારતનો પણ ઉલ્લેખ છે. જો બાઈડેન પ્રશાસને પોતાના નાગરિકોને કહ્યું છે કે હાલના સમયમાં તેમણે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ  (India, Pakistan, Bangladesh) નો પ્રવાસ કરવાથી બચવું જોઈએ. એડવાઈઝરીમાં કહેવાયું છે કે કોરોના મહામારી અને આતંકવાદ (Terrorism) ને ધ્યાનમાં રાખીને આ દેશોની મુસાફરી કરવાની યોજના પર પુર્નવિચાર કરવો જોઈએ. આ ઉપરાંત સરકાર અનેક અન્ય દેશો પર ટ્રાવેલ બેન લગાવવાનો પણ વિચાર કરી રહી છે. 

Level 4 માં આવે છે India
અમેરિકા (America) ના વિદેશ મંત્રાલય તરફથી કહેવાયું છે કે ભારતમાં કોરોના વાયરસ ( Corona Virus ) ના કેસ સતત ઓછા થઈ રહ્યા છે. પરંતુ હજુ પણ ભારત (India) લેવલ 4માં આવે છે. જે મુસાફરી માટે સારું નથી. મંત્રાલયે કહ્યું કે ભારત-પાકિસ્તાન સરહદ પર જીવનું જોખમ થઈ શકે છે. આથી અમેરિકી નાગરિકો ત્યાં ન જાય. આ સાથે જ વિદેશ મંત્રાલયે નાગરિકોને અફઘાનિસ્તાનની મુસાફરી પણ ન કરવાની સલાહ આપી છે. 

Balochistan થી દૂર રહેવાની સલાહ
દક્ષિણ એશિયાના ચાર દેશો માટે ટ્રાવેલ એડવાઈઝરી અપડેટ કરતા અમેરિકાના વિદેશ મંત્રાલયે સોમવારે અલગ અલગ યાત્રા ભલામણો બહાર પાડી. જેમાં કહેવાયું કે COVID-19, આતંકવાદ અને જાતીય હિંસાના કારણે લોકોએ પાકિસ્તાનની મુસાફરી કરવાથી બચવું જોઈએ. અમેરિકી નાગરિકોને આતંકવાદ અને અપહરણની ઘટનાઓને ધ્યાનમાં રાખીને બલૂચિસ્તાન (Balochistan) અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતોમાં ન જવાની અપીલ કરાઈ છે. 

Border-Areas માં જવું જોખમી
બાઈડેન પ્રશાસને પોતાના નાગરિકોને આતંકવાદ અને સંભવિત સંઘર્ષની આશંકાના કારણે ભારત-પાકિસ્તાન સરહદી વિસ્તારોમાં જવાથી બચવાનું જણાવ્યું છે. પ્રશાસને કહ્યું કે ભારત-પાકિસ્તાન સરહદી વિસ્તારોની મુસાફરી ન કરે. આ વિસ્તારોમાં આતંકી સમૂહો ગતિવિધિઓ ચલાવે છે. અત્રે જણાવવાનું કે પાકિસ્તાન તરફથી સમયાંતરે યુદ્ધવિરામનો ભંગ થતો રહે છે. પાકિસ્તાનના સૈનિકો કોઈ પણ ઉશ્કેરણી વગર ફાયરિંગ શરૂ કરી દે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news