Amazon માં ચાલુ છે છટણીની લહેર...2300 કર્મચારીઓને મળી વોર્નિંગ નોટિસ

Amazon Layoff News: વર્ષ 2023ની શરૂઆત થતા જ ઈ કોમર્સ કંપની અમેઝોને એ વાતની જાહેરાત કરી દીધી હતી કે કંપની 18 હજાર કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડવાની છે અને હવે એવા સમાચાર આવ્યા છે કે અમેઝોન કંપનીના Warn Act હેઠળ લગભગ 2300 કર્મચારીઓને વોર્નિંગ નોટિસ મળી છે. 

Amazon માં ચાલુ છે છટણીની લહેર...2300 કર્મચારીઓને મળી વોર્નિંગ નોટિસ

Amazon Layoff News: વર્ષ 2023ની શરૂઆત થતા જ ઈ કોમર્સ કંપની અમેઝોને એ વાતની જાહેરાત કરી દીધી હતી કે કંપની 18 હજાર કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડવાની છે અને હવે એવા સમાચાર આવ્યા છે કે અમેઝોન કંપનીના Warn Act હેઠળ લગભગ 2300 કર્મચારીઓને વોર્નિંગ નોટિસ મળી છે. 

ન્યૂઝ એજન્સી રોયટર્સના રિપોર્ટ મુજબ અમેરિકા સિવાય કોસ્ટા રિકા અને કેનેડામાં કામ કરનારા કર્મચારીઓ ઉપર પણ ગાજ પડવાની છે. કંપનીના સીઈઓ એન્ડી જેસીએ જેમ કે પહેલા જ આ વાતની જાહેરાત કરી દીધી હતી કે 18 હજારથી વધુ કર્મચારીઓની નોકરી પર તલવાર લટકી રહી છે. તેની અસર જાન્યુઆરી 2023ના પહેલા અઠવાડિયામાં જોવા મળી જ્યારે કંપનીએ લગભગ 8 હજાર કર્મચારીઓની છટણી કરતા કર્મચારીઓની સંખ્યામાં 2 ટકાનો ઘટાડો કર્યો હતો. 

કંપનીના સીઈઓ પહેલેથી જ 18 હજાર લોકોની નોકરી જવાનો સંકેત આપી ચૂક્ચા છે. જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં 8 હજાર કર્મચારીઓ બાદ હજુ પણ છટણીની લહેર ચાલુ છે. આવામાં બની શકે કે આવનારા સમયમાં કંપનીમાં કામ કરતા વધુ લોકોની નોકરી જઈ શકે છે. 

એક બાદ એક કંપનીઓ કરી રહી છે છટણી
દુનિયાભરની મોટી ટેક કંપનીઓ એકએક કરીને છટણી જેવા મોટા નિર્ણય લઈ રહી છે. અત્રે જણાવવાનું કે હાલમાં જ માઈક્રોસોફ્ટે પણ લગભગ 11 હજાર લોકોને કંપનીમાંથી કાઢવાનો નિર્ણય લીધો. માઈક્રોસોફ્ટમાં થનારી આ છટણીની અસર કંપનીના એન્જિનિયરિંગ વિભાગ પર પડશે. તેનો અર્થ કંપનીના આ વિભાગમાં કામ કરતા કર્મચારીઓ છટણીથી પ્રભાવિત થશે. 

નોંધનીય છે કે માઈક્રોસોફ્ટે કોવિડ દરમિયાન 36 ટકા લોકોને હાયર કર્યા હતા. હવે કંપની ફક્ત 5 ટકા જ કર્મચારીઓની છટણી કરવાનો મોટો નિર્ણય કર્યો છે. જો કે કંપનીના સીઈઓ સત્યા નડેલાએ એ વાતને પણ સુનિશ્ચિત કરી હતી કે કંપની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ડિવિઝનમાં લોકોને હાયર કરશે. ગત વર્ષે ટ્વિટર અને મેટા જેવી મોટી કંપનીઓએ પણ હજારો કર્મચારીઓને કંપનીમાંથી બહારનો રસ્તો દેખાડ્યો હતો. 

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news