OMG! 10 કરોડની સેન્ડવીચ...અને તે પણ એંઠી? લોકો કન્ફ્યૂઝ કે આખરે ખાધી કોણે?

સેન્ડવીચ જો ખુબ જ સારી ફીલીંગવાળી હોય તો પણ તેની કિંમત મોટાભાગે 500 રૂપિયા કરતા વધુ હોતી નથી. જો કે હાલ ફેસબુક પર એક એવી સેન્ડવીચ વેચાઈ રહી છે જેની કિંમત 10 કરોડ હોવાનું કહેવાઈ રહ્યું છે. સોશિયલ મીડિયામાં જે આ જાણે છે તે કન્ફ્યૂઝ થઈ જાય છે કે આખરે આ સેન્ડવીચ અને તે પણ કોઈની એંઠી સેન્ડવીચનો આટલો ભાવ કેવી રીતે?

OMG! 10 કરોડની સેન્ડવીચ...અને તે પણ એંઠી? લોકો કન્ફ્યૂઝ કે આખરે ખાધી કોણે?

સેન્ડવીચ કોને નહીં ભાવતી હોય? એક સેન્ડવીચની કિંમત વધુમાં વધુ કેટલી હોઈ શકે? સામાન્ય રીતે 40-50 રૂપિયાથી લઈને 200-300 રૂપિયા સુધીને તમે ખરીદી હશે. આ સેન્ડવીચની ફિલિંગ અને તમે ક્યાં ખાઓ છે તેના પર નિર્ભર હોય છે. જો કે અમે આજે જે ચેન્ડવીચની વાત કરી રહ્યા છીએ તે આ બધા કરતા ખુબ જ વધુ કિંમતે વેચાઈ રહી છે. તમે પણ વિચારતા હશો કે આખરે આ સેન્ડવીચમાં એવું તે શું હશે. 

સેન્ડવીચ જો ખુબ જ સારી ફીલીંગવાળી હોય તો પણ તેની કિંમત મોટાભાગે 500 રૂપિયા કરતા વધુ હોતી નથી. જો કે હાલ ફેસબુક પર એક એવી સેન્ડવીચ વેચાઈ રહી છે જેની કિંમત 10 કરોડ હોવાનું કહેવાઈ રહ્યું છે. સોશિયલ મીડિયામાં જે આ જાણે છે તે કન્ફ્યૂઝ થઈ જાય છે કે આખરે આ સેન્ડવીચ અને તે પણ કોઈની એંઠી સેન્ડવીચનો આટલો ભાવ કેવી રીતે? ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ સેન્ડવીચને કાયદેસર રીતે માર્કેટપ્લેસ પર વેચાણ માટે મૂકાઈ છે. આ એક એવી જગ્યા પર સેલ માટે મૂકવામાં આવી છે. જ્યાં લોકો વાપરેલો સામાન પણ ખરીદી શકે છે. 

એંઠી સેન્ડવીચના 10 કરોડ રૂપિયા?
ફેસબુક માર્કેટપ્લેસ પર ઈંગ્લેન્ડના લીસ્ટરના રહીશ એક વ્યક્તિએ પોસ્ટ શેર કરી હતી. તેમાં ડિટેલ્સમાં લખાયું હતું કે આ નવી ગ્રિલ્ડ અને અડધી ખાધેલી સેન્ડવીચ છે. તેમાં ચીઝ અને મીટનો ઉપયોગ થયો છે. આ સેન્ડવીચ ખુબ જ ક્રિસ્પી છે અને એટલા માટે વેચવામાં આવી રહી છે કારણ કે તેનો માલિક તેને આખી ખાઈ શક્યો નહીં. જો કે આ પોસ્ટમાં એ જણાવવામાં નથી આવ્યું કે આખરે આ એંઠી સેન્ડવીચની કિંમત 1.3 મિલિયન યુએસ ડોલર (10 કરોડ) થી પણ વધુ કેમ રાખવામાં આવી છે. એ પણ નથી જણાવાયું કે આખરે આ કોણે ખાધેલી સેન્ડવીચ છે.

તમને જણાવી દઈએ કે આ અગાઉ પણ કોઈએ આવી અજીબોગરીબ પોસ્ટ શેર  કરી હતી. જ્યારે એક વ્યક્તિએ પોતાના લંચની તસવીર શેર કરી હતી. તેના લંચમાં રાંધેલા બટાકા અને બેક્ડ બીન્સ હતા. તેણે તે સામાન્ય પ્લેટ નહીં પરંતુ માઈક્રોવેવ બેકિંગ પ્લેટ પર રાખ્યા હતા. તેણે કેપ્શનમાં જણાવ્યું હતું કે તે મોબાઈલ એન્જિનિયર છે અને તેની વેનમાં માઈક્રોવેવ રાખેલું છે. તે કઈક ખાવાનું ભૂલી ગયો હતો અને આવામાં તેણે આ પ્લેટમાં ખાવું પડે છે. તેણે કહ્યું હતું કે આનાથી ખરાબ લંચ ન હોઈ શકે. 

(ખાસ નોંધ: આ એક વાઈરલ ખબર છે. ZEE24Kalak તેની કોઈ પુષ્ટિ કરતું નથી.)

    

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news