OMG! મહિલાને પોતાનો વાયરલ થયેલો Photo ભારે પડી ગયો, 7 કરોડ જેટલી માતબાર રકમ ગુમાવી દીધી
આયરલેન્ડમાં રહેતી એક મહિલાને ક્રિસમસ ટ્રી થ્રોઈંગ સ્પર્ધામાં ભાગ લેવું ભારે પડી ગયું. જીતવા અને ફોટો વાયરલ થવાના કારણે કરોડોનું નુકસાન થઈ ગયું છે.
Trending Photos
આયરલેન્ડમાં રહેતી એક મહિલાને ક્રિસમસ ટ્રી થ્રોઈંગ સ્પર્ધામાં ભાગ લેવું ભારે પડી ગયું. જીતવા અને ફોટો વાયરલ થવાના કારણે કરોડોનું નુકસાન થઈ ગયું છે. મહિલા દ્વારા કરાયેલી હરકતોને જોઈને કોર્ટે તેના 8,20,000 ડોલર (લગભગ 7 કરોડ રૂપિયા) ના વીમાના દાવાને ફગાવી દીધો છે. એવું કહેવાઈ રહ્યું છે કે એક કાર દુર્ઘટનામાં મહિલાને ઈજા થઈ હતી અને ત્યારબાદ તે વીમાના ક્લેમ માટે કોર્ટ પાસે ગઈ હતી.
36 વર્ષની કેમિલા ગ્રેબસ્કાએ એક વીમા કંપની પર કેસ દાખલ કર્યો હતો. કેસમાં કેમિલા તરફથી કહેવાયું હતું કે તેની પીઠ અને ગળા પર થયેલી ઈજાઓએ તેને પાંચ વર્ષથી વધુ સમયસુધી કોઈ પણ પ્રકારના કામ કરવા માટે અસમર્થ કરી દીધી. કેમિલાએ એવું પણ કહ્યું હતું કે તે તેના બાળકો સાથે રમી શકતી નહતી. 2017માં જે કાર દુર્ઘટનામાં તે સામેલ હતી તેના પરિણામ સ્વરૂપ કેમિલાએ દાવો કર્યો કે ત્યારે તેની સ્થિતિ બિલકુલ વિકલાંગ જેવી થઈ ગઈ હતી.
હવે થયું એવું કે હાલમાં જ કેમિલાની એક તસવીર પણ વાયરલથઈ જે તેના પોતાના ગ્રાફિક નેચરના કારણે સ્થાનિક અખબારોમાં પણ છપાઈ. આ તસવીર પર એક્શનલેતા લિમરિક હાઈકોર્ટના જજ કાર્મેલ સ્ટીવર્ટે તેના વીમાના દાવાને ફગાવી દીધો. અત્રે જણાવવાનું કે વાયરલ તસવીરમાં કેમિલા 2018માં થયેલા એક ચેરિટી કાર્યક્રમમાં 5 ફૂટના ક્રિસમસ ટ્રીને ફેંકતી જોવા મળી હતી.
ધ ગાર્જિયને આયરિશ ઈન્ડિપેન્ડન્ટ અખબાર દ્વારા પ્રકાશિત એક લેખનો હવાલો આપતા લખ્યું કે જજે કોર્ટમાં જણાવ્યું કે આ એક ખુબ મોટું, કુદરતી ક્રિસમસ ઝાડ છે અને તે ખુબ જ સ્પીડથી તેને ફેંકી રહી છે. મહિલાનું ઝાડનું આ રીતે ફેંકવું એ વાતની પુષ્ટિ કરે છે કે વીમાના દાવાની વાત સંપૂર્ણ રીતે અતિશયોક્તિવાળી હતી. તે આધારે હું દાવાને ફગાવવાનો પ્રસ્તાવ રજૂ કરું છું. હવે આ તસવીર વાયરલ થયા બાદ કેમિલાનો દાવો ખોટો હોવાનું માલુમ પડતા વીમા કંપીએ કેમિલા વિરુદ્ધ કેસ દાખલ કરી દીધો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે