Taliban પર અફઘાનિસ્તાનની મોટી કાર્યવાહી, એરસ્ટ્રાઇક કરી 254 આતંકવાદીઓને ઠાર માર્યા

અફઘાનિસ્તાન (Afghanistan)  માં હિંસાના કેસ ઝડપથી વધી રહ્યા છે. અમેરિકન સૈનિકોની વાપસી વચ્ચે અફઘાનિસ્તાનમાં ગત થોડા અઠવાડિયામાં ઘણા આતંકવાદી હુમલા થયા છે.

Taliban પર અફઘાનિસ્તાનની મોટી કાર્યવાહી, એરસ્ટ્રાઇક કરી 254 આતંકવાદીઓને ઠાર માર્યા

Airstrike on Taliban Terrorists: અફઘાનિસ્તાન એરફોર્સે તાલિબાન પર મોટી કાર્યવાહી કરી છે. અલગ અલગ એરસ્ટ્રાઇક (Airstrike) માં અફઘાની (Afghanistan) વાયુસેનાએ 254 તાલિબાની આતંકવાદીઓ (Terrorist) ને ઠાર માર્યા છે. જ્યારે 97 થી વધુ આતંકવાદી ઘાયલ થયા છે. અફઘાની સેનાએ 24 કલાકની અંદર કાબૂલ, કંધાર, કુંદુજ, હેરાત, હેલમંદ અને ગજની સહિત આતંકવાદીઓને 13 અડ્ડાઓ પર એરસ્ટ્રાઇક (Terrorists) કરવામાં આવી છે. 

તાલિબાની આતંકવાદી પર અત્યાર સુધી સૌથી મોટી કાર્યવાહી
કહેવામાં આવી રહ્યું છે કે તાલિબાની (Afghanistan) આતંકવાદીઓ પર અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી છે. આ કાર્યવાહીમાં મોટી માત્રામાં ભરેલી ગાડી ઉડાવી દીધી છે. આ દરમિયાન અફઘાની (Afghanistan)  સેનાએ 13 આઇઇડી પણ ડિફ્યૂજ કરવામાં આવ્યા છે. કાલે પણ વાયુસેનાએ કંઘારના એક વિસ્તારમાં તાલિબાની આતંકવાદી (Terrorist) ના બંકરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં 10 થી વધુ આતંકવાદી માર્યા ગયા છે. 

ઝડપથી પગપેસારો કરી રહ્યું છે તાલિબાન
તમને જણાવી દઇએ કે હાલમાં અફઘાનિસ્તાન (Afghanistan)  માં હિંસાના કેસ ઝડપથી વધી રહ્યા છે. અમેરિકન સૈનિકોની વાપસી વચ્ચે અફઘાનિસ્તાનમાં ગત થોડા અઠવાડિયામાં ઘણા આતંકવાદી હુમલા થયા છે. તાલિબાને તાજેતરમાં જ ખૂબ ભૂભાગ પર કબજો કરી લીધો છે. ઘણા પડોશી દેશો સાથે અડેલી સીમાઓ પર પણ તેનું પ્રભુત્વ જમાવી લીધું છે અને ઘણી પ્રાંતીય રાજધાનીઓ પર તેનો કબજો કરવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. અમેરિકા-નાટો સૈનિકોની વાપસીનું 95 ટકા કામ કરી લીધું છે અને 31 ઓગસ્ટ સુધી અફઘાનિસ્તાનથી તેની પૂર્ણ વાપસી થઇ ગઇ છે. 

સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર વર્ષના પહેલાં છ મહિનામાં અફઘાનિસ્તાન (Afghanistan)  માં હિંસા દરમિયાન માર્યા ગયા અને ઘાયલ થયેલા નાગરિકોની સંખ્યામાં વર્ષ અવધિની તુલનામાં 47 ટકાનો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર સ્પષ્ટ ચેતાવણી આપે છે કે જો હિંસા પર પર લગામ કસવામાં આવી તો આ વર્ષે મોટી સંખ્યામાં અફઘાન નાગરિક મૃત્યુ પામ્યા અને ઘાયલ થયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news