Worlds 50 Greatest Leaders 2021: Fortune ની યાદીમાં Adar Poonawalla ને મળી ટોપ-10માં જગ્યા

કોરોના (Corona)  સામે જંગમાં રસી રૂપી હથિયાર આપનારી સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાને પ્રતિષ્ઠિત મેગેઝીન ફોર્ચ્યુને દુનિયાના 50 મહાન લીડર્સની સૂચિમાં સામેલ કર્યા છે. ખાસ વાત એ છે કે પૂનાવાલાને ટોપ 10માં જગ્યા મળી છે.

Worlds 50 Greatest Leaders 2021: Fortune ની યાદીમાં Adar Poonawalla ને મળી ટોપ-10માં જગ્યા

વોંશિંગ્ટન: કોરોના (Corona)  સામે જંગમાં રસી રૂપી હથિયાર આપનારી સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાને પ્રતિષ્ઠિત મેગેઝીન ફોર્ચ્યુને દુનિયાના 50 મહાન લીડર્સની સૂચિમાં સામેલ કર્યા છે. ખાસ વાત એ છે કે પૂનાવાલાને ટોપ 10માં જગ્યા મળી છે. તેઓ ટોપ 10માં આવનારા એકમાત્ર ભારતીય છે. ફોર્ચ્યુને નવી યાદી બહાર પાડી છે. જેમાં કોરોનાને સારી રીતે પહોંચી વળનારા ન્યૂઝિલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્ન પણ છે. 

Jacinda Ardern ના વખાણ
ફોર્ચ્યુન મેગેઝીને યાદીમાં ન્યૂઝિલેન્ડના પ્રધાનમંત્રી Jacinda Ardern ને પહેલું સ્થાન મળ્યું છે. ફોર્ચ્યુને કોરોના મહામારીને પહોંચી વળવા માટે તેમના દ્વારા લેવાયેલા પગલાના વખાણ કર્યા છે. બીજા નંબર પર કોરોના રસીના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવનારા mRNA Pioneers અને ત્રીજા નંબરે PayPal ના અધ્યક્ષ અને સીઈઓ ડેનિયલ એચ શુલમેન છે. 

પૂનાવાલા વિશે લખી આ વાત
અદાર પૂનાવાલ માટે ફોર્ચ્યુન મેગેઝીને લખ્યું છે કે પૂનાવાલાને વૈશ્વિક કોરોના મહામારી ખતમ કરવાની દિશામાં રસી ઉપલબ્ધ કરાવવા માટે ઓળખવામાં આવે છે. પૂનાવાલા ભારતની સીરમ ઈન્સ્ટિટ્યૂટ (SII) ના પ્રમુખ છે. જે દુનિયાની સૌથી મોટી રસી નિર્માતા કંપની છે. પૂનાવાલીની કંપની વૈશ્વિક રસી ઈક્વિટીમાં પણ પ્રદાન કરી રહી છે. જેનાથી ઈન્ફ્લૂએન્ઝા, ઓરી, અને ટિટનસ જેવી બીમારીઓ સામે લડવા માટે ઓછા ખર્ચે રસી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. 

SII એ COVAX ને આપ્યું વચન
મેગેઝીને આગળ લખ્યું છે કે હવે SII એ COVAX ને આવારા વર્ષોમાં 2 બિલિયન રસી ડોઝ આપવાનું વચન આપ્યું છે. જે નિમ્ન અને મધ્યમ આવકવાળા દેશોને રસી પ્રદાન કરવાની એક વૈશ્વિક પહેલ છે. નોંધનીય છે કે સીરમ ઈન્સ્ટિટ્યૂટે કોવિશીલ્ડ નામથી રસી બનાવી છે. આ ઉપરાંત ભારતમાં ભારત બાયોટેકની કોવેક્સીન પણ ઉપયોગમાં લેવાઈ રહી છે. રસીની કમીને લઈને અદાર પૂનાવાલાએ કહ્યું કે આગામી થોડા સમયમાં સ્થિતિ સારી થવાની આશા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news