પતિને હતી પુત્રની ઈચ્છા, બે પુત્રી આવી.... 8 વર્ષની યાતના બાદ બિજનૌરની પુત્રીએ અમેરિકામાં કર્યો આપઘાત
ઉત્તર પ્રદેશના બિજનૌરની પુત્રીએ અમેરિકામાં અમેરિકામાં આત્મહત્યા કરી લીધી છે. આપઘાત કરનાર મનદીપ કૌરે વીડિયો રેકોર્ટ કર્યો અને પતિ તથા પરિવારજનો પર ગંભીર આરોપ લગાવ્યા છે. મનદીપ કૌરનો પતિ પુત્ર ઈચ્છી રહ્યો હતો પરંતુ તેને બે પુત્રીને જન્મ આપ્યો હતો. સાસરા પક્ષ દ્વારા તેને છેલ્લા આઠ વર્ષથી પરેશાન કરવામાં આવી રહી હતી.
Trending Photos
ન્યૂયોર્કઃ અમેરિકાના ન્યૂયોર્કમાં ભારતીય મૂળની મહિલા મનદીપ કૌરે આત્મહત્યા કરી લીધી છે. અમેરિકામાં આત્મહત્યા કરનારી મનદીપ કૌરના મામલામાં હવે ચોંકાવનારો ખુલાસો થયો છે મનદીપ કૌરના પરિવારજનોએ તેના પતિ અને સાસરા પક્ષના લોકો પર તેને માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે.
મનદીપ કૌરની બહેન કુલદીપ કૌરે આરોપ લગાવ્યો કે પતિ અને પરિવારજનો તેની પાસે એક પુત્ર ઈચ્છતા હતા. સાસરા પક્ષના લોકોએ દહેજમાં 50 લાખ રૂપિયા માંગી રહ્યાં હતા અને તેને લઈને મનદીપ કૌર સાથે મારપીટ કરવામાં આવી રહી હતી. જ્યારે તે ન થયું તો તેમણે મારી બહેનને આત્મહત્યા કરવા પર મજબૂર કરી.
સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે કુલદીપ કૌરે આરોપ લગાવ્યો કે લગ્ન બાદ મનદીપ તેને માનસિક ત્રાસ આપી રહ્યો હતો. કુલદીપ પ્રમાણે મનદીપના લગ્ન ફેબ્રુઆરી 2015મા થયા હતા. લગ્ન બાદ પરિવારના લોકો અને મનદીપ અમેરિકાના ન્યૂયોર્ક જતા રહ્યાં અને ત્યાં તેને હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું.
Bijnor, UP | My sister was married in February 2015. Soon, they went to New York & he started torturing her. He wanted a son & wanted Rs 50 lakh in dowry: Kuldeep Kaur, sister of deceased Mandeep Kaur who died by suicide in New York following years of domestic abuse. pic.twitter.com/9RpuItInKz
— ANI (@ANI) August 6, 2022
જાણવા મળી રહ્યું છે કે મનદીપ કૌરને બે પુત્રીઓ છે. સાસરા પક્ષના લોકો પુત્ર ઈચ્છી રહ્યાં હતા, પરંતુ બે પુત્રી જન્મી. દહેજમાં 50 લાખ રૂપિયા ન મળતા અને બે પુત્રીના જન્મ બાદ પરિવારના લોકો અને પતિ તેને માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા. તેની સાથે મારપીટનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આપઘાત પહેલા વીડિયોમાં વ્યક્ત કર્યું દુખ
મનદીપ કૌરે આપઘાત કરતા પહેલા એક વીડિયોમાં પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું. વીડિયોમાં તેણે કહ્યું- તેમણે મને મરવા માટે મજબૂર કરી. કથિત રીતે આત્મહત્યા પહેલાં રેકોર્ડ કરાયેલા વીડિયોમાં મનદીપે કહ્યું કે મારા મોત માટે પતિ અને સાસરા પક્ષના લોકો જવાબદાર છે. તેમણે મને જીવવા દીધી નહીં. છેલ્લા 8 વર્ષથી મારી સાથે મારપીટ કરી રહ્યાં છે.
8 વર્ષ સુધી બધુ સહન કરતી રહી
મનદીપ કૌર વીડિયોમાં કહે છે કે મેં છેલ્લા આઠ વર્ષમાં તમામ દુખ સહન કર્યાં, પરંતુ હજુ કંઈ બદલાયું નહીં. તેણે છેલ્લા 8 વર્ષથી મારી સાથે મારપીટ કરી. મારી સાથે દરરોજ ખરાબ વ્યવહાર કરવામાં આવી રહ્યો હતો. હવે હું વધુ સહન કરી શકુ તેમ નથી. મનદીપે વીડિયોમાં કહ્યું કે મેં તેને નજરઅંદાજ કર્યું અને અહીં ન્યૂયોર્ક આવી ગઈ. પરંતુ અહીં પણ દરરોજ માર મારવામાં આવતો હતો. તેણે પોતાના અફેર પણ ચાલુ રાખ્યા હતા.
મનદીપના પિતાએ દાખલ કરાવ્યો કેસ
મનદીપ કૌરના પિતા જસપાલ સિંહે એફઆઈઆર દાખલ કરાવી છે. જેમાં મનદીપ કૌરના પતિ રણજોતવીર સિંહ સંધૂ, રણજોતવીરના પિતા મુખ્તાર સિંહ, માતા કુલદીપ રાજ કૌર અને ભાઈ જસવીર સિંહ પર આત્મહત્યા માટે મજબૂર કરવાનો આરોપ લગાવ્યો છે. રણજોતવીર પર અન્ય મહિલાઓ સાથે પણ સંબંધ રાખવાનો આરોપ છે.
ભારતીય દૂતાવાસે આપ્યો મદદનો વિશ્વાસ
ન્યૂયોર્ક પોલીસ મનદીપ કૌરની આત્મહત્યા કેસની તપાસ કરી રહી છે. મનદીપ કૌરનો પરિવાર પાર્થિવ શરીરને ભારત લાવવાના પ્રયાસમાં છે. ન્યૂયોર્કમાં ભારતીય દૂતાવાસના અધિકારીઓએ મનદીપના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. દૂતાવાસના અધિકારીઓએ કહ્યું કે તે આ ઘટનાને લઈને અધિકારીઓના સંપર્કમાં છે અને પરિવારને દરેક પ્રકારની મદદ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે