વિશ્વભરમાં હવે આ નવી બીમારીનો ખતરો, 2050 સુધી થઈ શકે છે 4 કરોડ લોકોના મોત

Superbug Thread: વિશ્વભરમાં સુપરબગનો ખતરો છવાયેલો છે. એક સ્ટડીમાં કહેવામાં આવ્યું કે સુપરબગ પર દવાઓની અસર થશે નહીં. તેનાથી મોતનો ખતરો ખુબ વધી જાય છે. 
 

વિશ્વભરમાં હવે આ નવી બીમારીનો ખતરો, 2050 સુધી થઈ શકે છે 4 કરોડ લોકોના મોત

નવી દિલ્હીઃ કોરોના બાદ હવે દુનિયાભરમાં નવી બીમારીનો ખરતો વધી ગયો છે. એક રિસર્ચમાં સુપરબગને લઈને મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું કે આગામી 25 વર્ષમાં આ બીમારીથી આશરે 4 કરોડ લોકોના મોત થઈ શકે છે. જો આ બીમારીને લઈને કામ ન કરવામાં આવ્યું તો મુશ્કેલી વધુ ગંભીર બનશે. આ સુપરબગને એમઆર નામ આપવામાં આવ્યું છે. લાન્સેટ જર્નલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે 1990થી 2021 વચ્ચે આ સુપરબગથી એક મિલિયન એટલે કે 10 લાખથી વધુ લોકોના જીવ જઈ ચૂક્યા છે.

દવાઓની પણ નહીં થાય અસર
આ રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે આ સમસ્યાને ઘટાડવામાં ન આવી તો મુશ્કેલી વધુ વધી શકે છે. આ સુપરબગ પર બેક્ટીરિયા અને એન્ટીબાયોટિકની અસર પણ થતી નથી. તેવામાં માત્ર મોતનો આંકડો વધી શકે છે. પરંતુ રાહતના સમાચાર છે કે છેલ્લા કેટલાક સમયથી નવજાત બાળકોમાં તેના સંક્રમણમાં ખુબ ઘટાડો થયો છે.

પરંતુ જો બાળકોમાં કોઈ પ્રકારનું સંક્રમણ થઈ જાય તો તેની સારવાર ખુબ મુશ્કેલ થઈ જાય છે. આ બીમારી કેટલી જીવલેણ છે તેનો અંદાજ તેનાથી લગાવી શકાય કે 1990થી 2021 સુધી 70 વર્ષથી વધુ ઉંમરમાં થનારા મોતમાં 80 ટકાનો વધારો થયો છે. 2021માં તો આ આંકડો વધી ડબલ થઈ ગયો હતો. 

2050 સુધી 4 કરોડ લોકોના થશે મોત
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુપરબગને કારણે 2050 સુધી મોતનો આંકડો ઝડપથી વધશે. તેનાથી થનારા મોતમાં 67 ટકાનો વધારો થઈ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ખતરનાક સંક્રમણથી લોકોને બચાવવા માટે જરૂરી પગલાં ભરવા પડશે. અત્યારથી પ્રયાસ કરવામાં આવ્યો તો 2050 સુધી 92 મિલિયન લોકોને બચાવી શકાશે. આ સર્વેમાં 204 દેશો અને ક્ષેત્રોમાં 520 મિલિયન લોકોના પર્સનલ રેકોર્ડ સામેલ કરવામાં આવ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news