21 વર્ષીય ગેમરની કહાની જેણે માત્ર પેન્ટાગોનને જ નહીં પરંતુ NATO દેશોની પણ ઉંઘ હરામ કરી

Pantagoan: જે વ્યક્તિ આ દિવસોમાં માત્ર અમેરિકા માટે જ નહીં પરંતુ બ્રિટન સહિત ઘણા દેશો માટે માથાનો દુખાવો બની ગયો છે, તેણે અમેરિકાના ઘણા ગુપ્ત દસ્તાવેજો લીક કર્યા છે જેમાં ઘણા મોટા ખુલાસા થયા છે.
 

21 વર્ષીય ગેમરની કહાની જેણે માત્ર પેન્ટાગોનને જ નહીં પરંતુ NATO દેશોની પણ ઉંઘ હરામ કરી

Pantagoan: અમેરિકાના ગુપ્ત દસ્તાવેજો દુનિયા સમક્ષ લાવનાર યુવકની FBIએ ધરપકડ કરી છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર અમેરિકાના ઘણા રહસ્યોને દુનિયાની સામે ઉજાગર કરનાર આ વ્યક્તિ મેસેચ્યુસેટ્સ એર નેશનલ ગાર્ડ હતો. આ વ્યક્તિનું નામ જેક ટેકસીરા છે. યુવકની ઉંમર માત્ર 21 વર્ષની છે. નાનપણથી જ ગેમ્સ અને હથિયારોના શોખીન જેકએ આ ગુપ્ત દસ્તાવેજો ગેમિંગ ગ્રુપમાં શેર કર્યા હતા.

જેકની ધરપકડ પહેલાં એફબીઆઈને ખબર પડી હતી કે ગુપ્ત દસ્તાવેજો શેર કરનાર વ્યક્તિ અમેરિકાના મિલિટરી બેઝમાં તૈનાત છે. આ માહિતી બાદ એફબીઆઈ જેક પર બે દિવસથી નજર રાખી રહી હતી. આ પછી તેની અટકાયત કરી લેવામાં આવી હતી.

જેકે  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડિસ્કોર્ડના ચેટરૂમમાં અમેરિકાના ઘણા ગુપ્ત દસ્તાવેજો શેર કર્યા છે. જેકના ગ્રુપનું નામ હતું 'ઠગ શેકર સેન્ટ્રલ'. જેક આખી દુનિયામાં ખૂબ ફેમસ પણ થઈ રહ્યો છે કારણ કે જેક દ્વારા શેર કરવામાં આવેલા દસ્તાવેજોમાં માત્ર અમેરિકા જ નહીં, પરંતુ NATO દેશોની પણ ખૂબ જ ગુપ્ત માહિતી આપવામાં આવી હતી.

યુક્રેનમાં US-યુકે અને NATO દેશોના સૈનિકો
દસ્તાવેજોમાં ખુલાસો થયો છે કે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં માત્ર યુક્રેનની સેના જ યુક્રેન વતી લડી રહી નથી. દસ્તાવેજોમાં ખુલાસો થયો છે કે 14 અમેરિકન સૈનિકો, 50 બ્રિટિશ સૈનિકો હાલમાં યુક્રેનમાં હાજર છે, જેઓ રશિયા સાથે સીધી ટક્કર લઈ રહ્યા છે. એટલું જ નહીં, નાટો જૂથના ઘણા દેશોના સૈનિકો પણ આ સમયે યુક્રેનમાં બેઠા છે. લાતવિયાની 17, ફ્રાન્સની 15 અને નેધરલેન્ડની 1 ટુકડી યુક્રેનને લશ્કરી મડાગાંઠમાં મદદ કરી રહી છે.

આ ઘટસ્ફોટ પછી તે બધા દેશો જે દાવો કરી રહ્યા હતા કે તેઓ યુક્રેનને હથિયારો દ્વારા મદદ કરી રહ્યા છે, તેઓ ફફડી ગયા છે. આ દસ્તાવેજોમાં ખુલાસો થયો છે કે માત્ર હથિયારો દ્વારા જ નહીં પરંતુ અમેરિકા સહિત વિશ્વના ઘણા મોટા દેશો પણ યુક્રેનને સૈન્ય મદદ કરી રહ્યા છે.

જેકે જેલમાં જતા પહેલાં આ લખ્યું 

જેક ટેકસીરા નામના આ યુવકે અમેરિકન રાજનેતાઓના રહસ્યોથી લઈને યુક્રેન યુદ્ધ સુધીના ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો શેર કર્યા હતા. જે બાદ તેની ધરપકડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેકને પોતાની ભૂલનો અહેસાસ થતાં જ મેસેજ લખ્યો કે બહુ જ સારી યાત્રા રહી, તમારા માટે પ્રેમ. પોતાનું દર્દ વ્યક્ત કરતાં જેકે કહ્યું કે તે આવું કંઈ કરવા માંગતો નથી. તેણે આગળની બધી બાબતો ભગવાન પર છોડી દીધી અને કહ્યું કે હવે ભગવાન જે ઈચ્છશે તે થશે.

Discord માંથી Twitter અને Telegram પર થયા શેર 
દસ્તાવેજો કે જે જેક ટેકસીરાએ તેના ગેમિંગ જૂથમાં શેર કર્યા હતા. એ મામલે પહેલાં તો કોઈએ તેમના પર બહુ ધ્યાન ન આપ્યું, પરંતુ જ્યારે અન્ય લોકોએ તેમને વાંચવાનું શરૂ કર્યું ત્યારે તેમને ખબર પડી કે આ દસ્તાવેજોમાં ઘણી બધી ગુપ્ત માહિતી છે. તેના જૂથમાં અન્ય દેશોના લોકો પણ સામેલ હતા, જેમણે તે દસ્તાવેજોને અન્ય પ્લેટફોર્મ પર શેર કરવાનું શરૂ કર્યું. ન્યૂયોર્ક ટાઈમ્સના સમાચાર અનુસાર, જેક ગયા વર્ષે ઓક્ટોબરથી આવા દસ્તાવેજો શેર કરી રહ્યો હતો.

આ રીતે ગુપ્ત દસ્તાવેજો લીક કર્યા 

જેકને અમેરિકાની સિક્યોર ફેસિલિટીમાં રાખવામાં આવ્યો હતો. આ સ્થળે કોઈપણ વસ્તુને અંદર લઈ જવા અને બહાર લાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હતો. તેનું કારણ એ હતું કે અંદર જે પણ ગુપ્ત માહિતી આપવામાં આવી છે તે બહારથી લીક ન થવી જોઈએ. પરંતુ જેકને તે કરવાની એક અલગ રીત મળી. જે પણ માહિતી તે અંદર જોતો હતો તેને કાગળ અને નકલની મદદથી બીજા કાગળ પર લખતો હતો. તેવી જ રીતે તેણે અત્યંત સંવેદનશીલ માહિતી પણ લીક કરી હતી.

આ પણ વાંચો:
રાજકારણમાં ગરમાવો! સુરત AAPમાં મોટું ભંગાણ, વધુ 6 કોર્પોરેટર ઝાડુ છોડી BJPમાં જોડાયા
રિંકુ સિંહની તોફાની ઈનિંગ એળે ગઈ, હૈદરાબાદે રોમાંચક મેચમાં કોલકાતાને માત આપી
11 હજાર કલાકારોએ બિહુ ડાન્સનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, પીએમ મોદી બન્યા સાક્ષી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news