સુદાન: સિરામિક ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ બાદ આગ, 18 ભારતીયોના મોત, 16 ગુમ

સુદાનમાં સિરામિક ફેક્ટરીમાં એલપીજી ટેન્કર વિસ્ફોટ (Blast) અને ત્યારબાદ લાગેલી આગના કારણે 23 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોમાં 18 જેટલા ભારતીયો છે.

સુદાન: સિરામિક ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ બાદ આગ, 18 ભારતીયોના મોત, 16 ગુમ

ખાર્તૂમ: સુદાન (Sudan) માં સિરામિક ફેક્ટરીમાં એલપીજી ટેન્કર વિસ્ફોટ (Blast) અને ત્યારબાદ લાગેલી આગ (fire) ના કારણે 23 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોમાં 18 જેટલા ભારતીયો છે. ઘટનામાં 130થી વધુ લોકો ઘાયલ થયા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે (Dr. S. Jaishankar ) પણ ઘટના અંગેના અહેવાલને સત્તાવાર સમર્થન આપતા ઈમરજન્સી નંબરો જાહેર કર્યા છે. આ બાજુ સૂદાનમાં ભારતીય દૂતાવાસે બુધવારે જણાવ્યું કે ખાર્તૂમમાં સીલા સિરામિક ફેક્ટરીમાં ઘટેલી  દુર્ઘટના બાદ 16 ભારતીયો ગુમ છે. 

— Press Trust of India (@PTI_News) December 4, 2019

દૂતાવાસે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું છે કે તાજા રિપોર્ટ મુજબ 18 ભારતીયો (Indian) ના મોત થયા છે, પરંતુ કોઈ અધિકૃત સમર્થન નથી. દૂતાવાસે લોકોના નામ પણ બહાર પાડીને જણાવ્યું છે કે મૃતકોની સૂચિમાં લાપત્તા લોકો પણ સામેલ હોઈ શકે છે. કારણ કે બળી જવાના કારણે મૃતદેહોની ઓળખ થઈ શકતી નથી. દૂતાવાસે હોસ્પિટલમાં દાખલ, ગુમ અને ત્રાસદીમાં બચી ગયેલા ભારતીયોની સૂચિ પણ બહાર પાડી છે. 

contd... are as per lists given below, but some of the missing may be in the list of dead which we are still to receive as identification is not possible because of the bodies being burnt. pic.twitter.com/SmBu9usj6o

— India in Sudan (@EoI_Khartoum) December 4, 2019

આંકડા મુજબ 7 ભારતીયો હોસ્પિટલમાં છે જેમાંથી ચારની હાલત ગંભીર છે. જીવિત બચી ગયેલા 34 ભારતીયોને સલૂમી સિરામિક ફેક્ટરી રેસિડેન્સમાં રાખવામાં આવ્યાં છે. આ બાજુ વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કરીને કહ્યું કે સૂદાનની રાજધાની ખાર્તૂમના બહારના વિસ્તારમાં રહેલી સલૂમી ફેક્ટરીમાં આ અકસમાતની ઘટના અંગે હાલ માહિતી મળી. કેટલાક ભારતીય કામદારોના તેમાં મોત થયા છે. કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાથી હું  ખુબ દુ:ખી છું. 

જુઓ LIVE TV

તેમણે ભારતીયો માટે 24 કલાકના ઈમરજન્સી નંબર બહાર પાડ્યા છે. જયશંકરે ટ્વીટ કરીને કહ્યું કે દૂતાવાસના પ્રતિનિધિઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. 24 કલાકના ઈમરજન્સી હોટલાઈન નંબર +249-921917471 દૂતાવાસ દ્વારા બહાર પાડવામાં આવ્યાં છે. દૂતાવાસ સોશિયલ મીડિયા પર અપડેટ્સ શેર કરી રહ્યાં છે. કહ્યું કે અમે કામદારો અને તેમના પરિવારો માટે પ્રાર્થના કરીએ છીએ. 

Our prayers are with the workers and their families.

— Dr. S. Jaishankar (@DrSJaishankar) December 4, 2019

સૂદાન સરકારે જણાવ્યું કે આ ઘટનામાં 23 લોકોના મોત થયા છે અને 130થી વધુ લોકો ઘાયલ થયા છે. પ્રાથમિક રિપોર્ટ મુજબ ઘટનાસ્થળે કોઈ જરૂરી સેફ્ટી સાધનો ન હોવાના સંકેત મળ્યાં છે.એવું કહેવાય છેકે સલોમી ફેક્ટરીમાં એક ઈંધણનું ટેન્કર ગેસ અનલોડ કરી રહ્યું હતું ત્યારે વિસ્ફોટ થયો હોવાનું કહેવાય છે. સેન્ટ્રલ કમિટી ઓફ સૂદાન ડોક્ટર્સે પીડિતની મદદ માટે સોશિયલ મીડિયા પર અપીલ કરી છે. વિસ્ફોટ બાદ આગ ભડકી ઉઠી જેના કારણે આકાશ કાળા ધૂમાડા અને આગની લપેટોથી છવાયું હતું. વિસ્તારમાં અફરાતફરી મચી છે. આજુબાજુની ફેક્ટરીઓે પણ ખાલી કરાવવામાં આવી છે. 

(પીટીઆઈ ઈનપુટ સાથે)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news