અમરેલીમાં વીમા કંપનીના એજન્ટો ખેડૂતો પાસે પૈસા માગતો વીડિયો વાયરલ
અમરેલીમાં ખેતીના નુકસાનનો સર્વે કરવા માટે ખેડૂતો પાસેથી લાંચ માંગવામાં આવે છે. ખાંભાના મોટાબારમણ ગામનો કિસ્સો સામે આવ્યો છે. નુકસાનનો સર્વે કરવા માટે આવેલા વિમા કંપનીના એજન્ટો દ્વારા લાંચ લેવામાં આવી હતી. નુકસાનની ટકાવારી ઓછી લખીને ખેડૂતોને લાંચ આપવા મજબુર કર્યા હતા. એક ખેડૂત દીઠ રૂ. 600ની લાંચની રકમ નક્કી થઈ હતી. દિવાળી પહેલા બનેલી ઘટનાનો વિડીયો અને ઓડિયો વાયરલ થયો છે.