સ્વામી નિત્યાનંદ આશ્રમમાંથી તમિલનાડુના દંપતિની બે પુત્રીઓ ગાયબ

અમદાવાદનાં (Ahmedabad) હાથીજણ વિસ્તારમાં આવેલો નિત્યાનંદ આશ્રમ (Nithyananda Ashram) ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આ આશ્રમની બેંગલુરુ (Bangalore) સ્થિત બ્રાંચની એક યુવતીને અમદાવાદનાં આશ્રમમાં ગોંધી રાખી હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેના પગલે ગઇકાલે રાતે યુવતીનાં માતાપિતા અમદાવાદનાં આશ્રમમાં યુવતીને શોધવા આવ્યાં હતાં પરંતુ ત્યાં યુવતી મળી ન હતી. અમદાવાદ પોલીસે પણ નિત્યાનંદ આશ્રમમાં યુવતીની તપાસ કરી હતી પરંતુ તેમને પણ ક્યાંય મળી ન હતી. જેના પગલે આશ્રમ અને પરિવાર વચ્ચે હોબાળો થયો હતો. આ સંજોગોમાં માતાપિતાએ આરોપ મૂક્યો છે કે સ્વામી નિત્યાનંદે મારી પુત્રીની હત્યા કરી છે અથવા તો નિત્યાનંદ એને ભગાડીને વિદેશ લઈ ગયો છે અને તેને અજ્ઞાત જગ્યાએ રાખવામાં આવી છે. માતા-પિતાનો આરોપ છે કે તેમની દીકરી પર દુષ્કર્મનો પ્રયાસ પણ કરાયો છે.

Trending news