આવતીકાલથી હાર્દિક પટેલનું પ્રતિક ઉપવાસ આંદોલન, ખેડૂતોને એકઠા થવા કરી અપીલ

આવતીકાલથી હાર્દિક પટેલ પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરી રહ્યો છે. ત્યારે આ ઉપવાસ આંદોલનમાં જોડાવવા હાર્દિક પટેલે ખેડૂતોને એકઠા થવા અપીલ કરી છે. સમગ્ર ગુજરાતમાં હાલ ખેડૂત જ યાતના ભોગવી રહ્યા છે એક બાજું સરકારની નિતીઓ અને બીજી બાજું કુદરતનાં પ્રકોપનો ભોગ ખેડૂતો બની રહ્યાં છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી કુદરતી આપત્તિનો ભોગ સતત ખેડૂતો બની રહ્યા છે. આ કુદરતી આફતો સામેની નુકશાની માટે વિમા કવચ માટે પ્રિમિયમ પણ ભરી રહ્યા છે પણ વિમા કંપનીઓ ખેડૂતોને કાયમ અંગુઠો બતાવે છે અને વળતર માટે ઠાગાઠૈયા કરે છે, આના કારણે ખેડૂતો સતત પાયમાલ થઈ રહ્યાં છે અને કંપનીઓ તગડી થઈ રહી છે.

Trending news