આજે લોકરક્ષક દળની પરીક્ષા, જુઓ Video

પેપર લીક થયા બાદ અને સમગ્ર ગુજરાતમાં હોબાળો થયા બાદ આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રાજ્યભરમાં લોકરક્ષક દળની પરીક્ષા યોજાવાની છે. રાજ્યભરમાંથી 8.75 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. સવારે 8 વાગ્યાથી 10.30 કલાક સુધી પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાશે. સવારે 11 વાગ્યાથી 12 વાગ્યા સુધી પરીક્ષા યોજવામાં આવશે. ગત પરીક્ષામાં પેપર લીક થવાને કારણે આ વખતે સ્ટ્રોંગ રૂમમાં પેપર રાખવામાં આવ્યા હતા. મહત્વનું છે કે 9 હજાર 173 ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

Trending news