વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસમાં આજે હાઇકોર્ટ આપી શકે છે ચુકાદો

વર્ષ 2013માં અમદાવાદના વસ્ત્રાપુરમાં થયેલા હિટ એન્ડ રનના મામલે આરોપી વિસ્મય શાહે હાઇકોર્ટમાં કરેલી અરજી પર આજે ચુકાદો આપી શકે છે. આ કેસમાં સેશન્સ કોર્ટે આરોપી વિસ્મય શાહને 5 વર્ષની સજા ફટકારી હતી. જેને લઈ વિસ્મય શાહે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. આ મામલે હાઇકોર્ટમાં આજે ચુકાદા આપે તેવી સંભાવના છે. હાઇકોર્ટના સિંગલ જજની બેન્ચ ચુકાદો આપી શકે છે. વસ્ત્રાપુરમાં બીએમડબલ્યુ કારે અકસ્માત સર્જ્યો હતો. જેમાં બે યુવકોના મોત થયા હતા.

Trending news