પંચમહાલના માતરીયા વેજ પંચાયતના તલાટી લાંચ લેતા ઝડપાયા

પંચમહાલના મોરવા હડફ માતરીયા વેજમા ગ્રામ પંચાયતના તલાટી ઝડપાયા રૂપિયા 6 હજારની લાંચ લેતા ઝડપાયા હતા. પંચમહાલ એ.સી.બી.એ લાંચ લેતા તલાટી ઉષાબેન કટારાને રંગે હાથ ઝડપ્યા હતા. વડાપ્રધાન આવાસ યોજનાના બીજા હપ્તા માટે લાભાર્થી દીઠ રૂપિયા 2 હજારની લાંચ માંગી હતી. આવાસની ડેટા બુકોમાં સહી કરવા માટે લાંચ માગી હતી. ત્રણ લાભાર્થીના રૂપિયા 6 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા હતા.

Trending news