સુરતની મહત્વની ઘટનાઓ પર કરો એક નજર....

સુરતનો કાપોદ્રા વિસ્તાર મોબાઈલ સ્નેચર અને ચોરનો અડ્ડો બની ગયો છે. વિસ્તારમાં બાઈક ચોર અને મોબાઈલ ચોરને મોકળું મેદાન મળ્યું છે. કાપોદ્રા વિસ્તારની સાગર સોસાયટી મેઈન રોડ પરથી મોબાઈલની ચીલ ઝડપ થઈ છે. જ્યારે નાલંદા સ્કૂલના પુના ગામ પાસેથી બાઈકની ચોરી થઈ હતી. જેના સીસીટીવી સામે આવ્યા છે. ચોરો સીસીટીવીમાં કેદ થયા છે. હાલ આ મામલો કાપોદ્રા પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. સુરતના કડોદરામાં આવેલી જય માતાજી ડાઈંગ મિલમાં આગ લાગી છે. મિલના થર્મોપેર લાઈનના મશીનમાં અચાનક આગ લાગી છે. આગ ક્યા કારણોથી લાગી તે સામે નથી આવ્યું. આગ લાગતા બારડોલી અને પલસાણાથી ફાયર ફાયટર્સ ઘટના સ્થળે પહોંચ્યા છે.

Trending news