સુરત: ખેડૂત સમાજ PM મોદીને લખશે પત્ર, કરશે આ માંગણી

ગ્લોબલ વોર્મિંગ અને વધતા પ્રદૂષણના કારણે કમોસમી માવઠાએ ખેડૂતોને ફરી રાતાં પાણીએ રડાવ્યા છે.સુરત સહિત દક્ષિણ ગુજરાત માં ફરી પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. સુરતના ખેડૂતો પ્રધાનમંત્રીને પત્ર લખવાના છે. કેળા, ચીકુ, કેરીના પાકને વીમા કવચમાં લેવા માગણી કરશે. માવઠાના કારણે ખેડૂતોને થયું છે કરોડોનું નુકસાન.

Trending news