આજથી આત્મીય યુવા મહોત્સવનો પ્રારંભ, મોટી સંખ્યામાં ભક્તો આપશે હાજરી
વડોદરામાં આજથી આત્મીય યુવા મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. હરિધામ સોખડા યોગી ડિવાઇન સોસાયટીએ આ મહોત્સવનું આયોજન કર્યું છે. 2થી 5 જાન્યુઆરી સુધી દરજીપુરા પાંજરાપોળના મેદાનમાં આ કાર્યક્રમ યોજાશે. ચાર દિવસમાં 25 લાખ ભક્તો કાર્યક્રમમાં હાજરી આપશે. સાંજે 5.30 વાગે હરિપ્રસાદ સ્વામી અને RSSના સહ કાર્યવાહ ભૈયાજી જોશી ઉદ્ઘાટન કરશે.