શેરી મહોલ્લાની ખબર: ઉનાની સુગર ફેક્ટરી બંધ થતા 400 મજૂરો બન્યા બેરોજગાર
ઉના ની એકમાત્ર ઉદ્યોગ ગણાતી સ્યૂગર ફેકટરી કાળક્રમે બંધ થઈ અને અનેક નેતા ઓએ વચન આપ્યા કે ફેકટરી ચાલુ થશે પણ તમામ ના વાયદા ખોટા પડ્યા પરંતુ એમાં કામ કરતા 400 થી વધુ લોકો માટે ફેકટરી બંધ થતાં અનેક પ્રકારની મુસીબતો શરૂ થઈ અને વર્ષો ના વર્ષો નો પગાર પણ બાકી રહી ગયો તો બીજી તરફ ફેકટરી ની કોલોની મા પાયા ની સુવિધા છીનવાઈ ગઈ અને આખી કોલોની ની એક સમયે લાઈટ પણ કાપી નાખવામાં આવેલ ત્યાર બાદ પાણી ગટરર્યોજના હોય કે સ્ટ્રીટ લાઈટ હોય એક પણ સુવિધા આ પરિવારો ને મળતી નથી વર્ષો થી અહીં દીપડા નો ત્રાસ જોવા મળે છે અને ત્યાં રહેતા લોકો સાંજે 6 બાદ ઘર માં પુરાવા મજબૂર બન્યા છે.